• સોમવાર, 20 મે, 2024

નખત્રાણામાં પત્તા ટીંચતા સાત જુગારી પકડાયા

ભુજ, તા. 9 : નખત્રાણામાં આજે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા સાત જુગારીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. નખત્રાણા પોલીસ આજે સાંજે પેટ્રોલિંગમાં હતી ત્યારે નવાનગર પાસે પહોંચતાં બાતમી મળી હતી કે સુલેમાન ઇબ્રાહીમ કુંભારના મકાનની આગળ જુગાર રમાઇ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ગંજીપાના વડે જુગાર રમતા સુલેમાન ઉપરાંત ઇશાક મામદ હિંગોરજા, અલીમામદ અયુબ કુંભાર, અબ્દુલ ઓસમાણ સાટી, અભુભખર ઉમર આરબ, ધર્મેશ લક્ષ્મણગિરિ ગોસ્વામી અને ઇસ્માઇલ અદ્રેમાન સાટી (રહે. તમામ નખત્રાણા)ને રોકડા રૂા. 11,780ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ?ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang