• સોમવાર, 20 મે, 2024

વરસામેડીમાં મહિલા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારી બે વખત ગર્ભપાત કરાવાયો

ગાંધીધામ, તા. 9 : અંજાર તાલુકાના વરસામેડીની એક સોસાયટીમાં રહેનાર એક મહિલાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી ગર્ભપાત કરાવતા બનાવ અંગે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વરસામેડીની એક સોસાયટીમાં બનાવ ગત સપ્ટેમ્બર 2021થી આજ સુધીમાં બન્યો હતો.  ભોગ બનનાર મહિલાના છૂટાછેડા થતાં તે મહિલા એકલા રહેતા હતા. મહિલાને આરોપી એવા સમીર તથા તેના પત્નીએ લગ્નની લાલચ આપી હતી અને હુસેન બલોચ સાથે ઓળખાણ કરાવી આપી હતી અને બાદમાં ત્રણેયએ લગ્ન કરાવી આપવાની લાલચ આપી હતી અને હુસેન બલોચે ભોગ બનનાર મહિલા સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. દરમ્યાન મહિલા ગર્ભવતી બનતાં શખ્સે કેફી દ્રવ્ય લાવી મહિલાને આપી ગર્ભપાત કરાવી નાખ્યો હતો. બીજી વખત ફિરોઝ અને તેની પત્ની તથા હુસેને ગર્ભપાત કરાવી નાખ્યો હતો. લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી બે વખત ગર્ભપાત કરાવી નાખવાના પ્રકરણમાં પોલીસે પાંચ સહિત હુશેનના પિતા અકબર વિરુદ્ધ જુદી-જુદી કલમો તળે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang