• સોમવાર, 20 મે, 2024

ભુજમાં ઓનલાઈન ઠગાઈનો ભોગ બનેલા શખ્સને 73 હજાર પરત અપાવાયા

ભુજ, તા. 9 : ઓનલાઈન ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે. વચ્ચે ભુજના શખ્સના ક્રેડિટકાર્ડમાંથી રૂા. 73,094 ઉપાડી લેવાતાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે અરજદારને મદદરૂપ બની ક્રેડિટકાર્ડમાં નાણાં પરત અપાવ્યાં હતાં. બોર્ડર રેન્જ-ભુજ સાયબર ક્રાઈમ પોલીસ મથકે જાહેર કરેલી વિગતો મુજબ ભુજના અરજદાર નિગમ મધુસૂદન નાકરને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને તે બેન્કમાંથી બોલતા હોવાનું જણાવી નિગમ પાસેથી તેના ક્રેડિટકાર્ડની વિગતો મેળવી રૂા. 73,094 ઉપાડી લીધા હતા. આથી નિગમે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરતાં પી.આઈ. ટી.આર. ચૌધરી તથા હે.કો. વિજયસિંહ જાડેજા મદદરૂપ બની અરજદારના ઓનલાઈન છેતરપિંડીમાં ગયેલાં નાણાં રૂા. 73,094 ક્રેડિટકાર્ડમાં પરત અપાવી સરાહનીય કામગીરી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang