• સોમવાર, 20 મે, 2024

આધોઈમાં પત્નીને મારતા ભત્રીજાને કાકા સમજાવા જતાં પાઈપ ફટકાર્યો

ગાંધીધામ, તા. 9 : ભચાઉ તાલુકાના આધોઈ શાહુનગરમાં ભત્રીજાએ પોતાના કાક ઉપર પાઈપ વડે હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી.  આધોઈ - શાહુનગરના સેકટર - 4માં રહેનાર ફરિયાદી સિદિક સુલેમાન ખલીફા નામના  વૃદ્ધ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે તેમના ભત્રીજા અલ્તાફ અબ્દુલ ખલીફાની પત્ની શબનમબેન તેમના ઘરે આવી અલ્તાફ પોતાની સાથે મારકૂટ કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદી પોતાના ભત્રીજા અલ્તાફને સમજાવવા ગયા હતા ત્યારે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી એવા પોતાના કાકા ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે લઈ જવાતાં  તેમને ડાબા હાથમાં બે જગ્યાએ  અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang