• સોમવાર, 22 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : પુષ્પાબેન પૂજારા (ઠક્કર) (ઉ.વ. 68) તે જગદીશભાઇ માધવજી પૂજારાના પત્ની, સ્વ. માધવજી કાનજી પૂજારાના પુત્રવધૂ, સ્વ. લાલજીભાઇ માધવજી ગંધાના પુત્રી, નિશા, નેહા, નિશાંતના માતા, ચિરાગભાઇ અનમ, અમિતભાઇ આઇયા, મીરાના સાસુ, સ્વ. ધનસુખભાઇ, સુરેશભાઇ, સ્વ. દિલીપભાઇ, રાજુભાઇ, ભરતભાઇ, સ્વ. કલાવંતીબેન મોતીલાલ, ભાનુબેન લાલજીભાઇ (પુના), ગં.સ્વ. ઉર્મિલાબેન સુરેશભાઇ તન્ના (અંજાર), ગં.સ્વ. વર્ષાબેન વિનોદભાઇ ઠક્કર (અંજાર)ના ભાભી, સ્વ. લક્ષ્મીબેનના દેરાણી, ગં.સ્વ. હેમલતાબેન, સ્મિતાબેન, ગીતાબેનના જેઠાણી, સ્વ. છગનલાલ, નટવરલાલ, સ્વ. ધીરજલાલ, સ્વ. શાંતિલાલ, ગં.સ્વ. અનસૂયાબેન, ગં.સ્વ. તરુણાબેન, પ્રિયાબેનના બહેન, દેવાંશના દાદી, આદિત્ય, પ્રિશા, વેદિકાના નાની, અનિતા, સ્વ. ધીરેન, કમલેશના કાકી, કરણ, હિરલ, રિમ્પલ, તેજલ, અભિષેક, દીપ, સૌમ્યના મોટીમા તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11- 2023ના બુધવારે સાંજે 4થી 5 નવી લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : માંડવીના ચંદ્રકાન્ત મગનલાલ શાહ (ડ્રિમલેન્ડ) (ઉ.વ. 72) તે સ્વ. કમળાબેન મગનલાલ શાહના પુત્ર, સાધનાબેનના પતિ, પાર્થ, જેકિલના પિતા, સ્વ. ગજરાબેન ચંદ્રભાન જૈનના જમાઈ, સ્વ. કિશોર, સ્વ. જયાબેન હિંમતલાલ, પ્રભાબેન કિરણકુમાર, હેમલતાબેન અનિલકુમાર, વાસંતીબેન હરેન્દ્રકુમાર, સ્વ. ઉર્મિલાબેન મહેશકુમાર, ચારૂલતાબેન કીર્તિકુમાર, હર્ષાબેન કીર્તિકુમારના ભાઈ, સ્વ. પ્રેમિલાબેન કિશોર શાહના દિયર, વર્શિપના કાકા, આરતીના કાકા સસરા, વંશી વર્શિપના દાદા તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11-2023ના બુધવારે સાંજે 4થી 5 જૈનપુરી, માંડવી ખાતે.

ભુજ : લોહાર દમયંતીબેન બિહારીલાલ પરમાર (કાંટીવાળા) (ઉ.વ. 68) તે સ્વ. બિહારીલાલ દેવજી પરમારના પત્ની, સ્વ. વાલુબેન શિવજી રાઠોડના પુત્રી, વિજય, રાજેશ, હિનાના માતા, વિપુલ જયંતીલાલ પંચાલ (અમદાવાદ)ના સાસુ, ધનલક્ષ્મીબેન સુરેશભાઇ, ત્રિકમભાઇ, ગીતાબેન ભગવાનજીભાઇ, સ્વ. સાકરબેન જેઠાલાલ મકવાણા, સ્વ. જેઠીબેન શામજી આસોડિયા, સ્વ. વિજયાબેન નરોત્તમ પિત્રોડા (રાજકોટ), નંદલાલ ખીમજી, કાંતિલાલ વેલજી, સ્વ. પ્રવીણ વેલજીના ભાભી, મોહનભાઇ શિવજી રાઠોડ, સ્વ. વલ્લભજીભાઇ શિવજી રાઠોડ, જીવીબેન ગોકળદાસ આસોડિયા (કપડવંજ)ના બહેન, દિલીપ, તરુણ, સંગીતા, ચંદ્રિકા, પૂનમ, વિનોદ, દક્ષાના કાકી, પૂજા, દિવ્યા, જ્યોતિ, મયૂરના મોટીમા તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2023ના મંગળવારે સાંજે 4થી 5 લોહાર સમાજવાડી, ભીડ ગેટ, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની અ.સૌ. પ્રવીણાબેન કાંતિલાલ બુદ્ધભટ્ટી (ઉ.વ. 71) તે કાંતિલાલ દામજીના પત્ની, કોમલ, પુનિત (એડવોકેટ), મીનલના માતા, હર્ષદ બારમેડા, પ્રિતેશ બારમેડા, ભક્તિના સાસુ, જિયાંશના દાદી, શિવમ, કાવ્યા, વિહાના નાની, સ્વ. ગુણવંતીબેન જયસુખલાલ પરમાર, સ્વ. દમયંતીબેન ધનજી પોમલ, મંજુલાબેન મહેન્દ્રભાઈ કટ્ટા, મૃદુલાબેન મુકેશભાઈ બગ્ગાના ભાભી, હિતેશ, મનીષ, રસમિતા, કલ્પના, ભાવિકા, પ્રીતિ, હિના, મહેક, મિરાત, હેતલ, મીતલ, જયના મામી, સ્વ. રતનશી સુંદરજી પોમલના પુત્રી, સ્વ. જયસુખલાલ, સ્વ. કાંતાબેન, સ્વ. શારદાબેન, ભુપતલાલ, કોકીલાબેનના બહેન, નિર્મણાબેન, સ્વ. ચંદ્રિકાબેનના નણંદ, હિરેન, નીરેન, સચિનના ફઈ, બેબીબેન, જ્યોતિ, નિલેશ, પીયૂષ, નીરજ, પ્રીતિ, નેહા, હિનાના માસી તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-11-2023ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : વીશા શ્રીમાળી સોની ગં.સ્વ. ઇન્દિરાબેન જયંતીલાલ જીવણદાસ માંડલિયા (ઉ.વ. 84) તે સ્વ. કેશવલાલ (ચારભાઇવાળા) ભવાનજીના પુત્રી, હરેશ (અંજાર), બિપિન, રાજેશના માતા, પ્રવીણાબેન, મનીષાબેન, જસ્મિનબેન, સ્વ. ઉર્વશીબેનના સાસુ, જલ્પા, મિલન, નિકુંજ, તેજસ, નિશાંત, દીપ, જૈનિશ, આદિત્યના દાદી, પર્વ, અનન્યા, આરવ, નિયતિ, મિસ્કા, દિવ્યાંશીના પરદાદી, રમણીકલાલ, સ્વ. વૃજલાલભાઇ, સ્વ. વલ્લભદાસના ભાભી, સ્વ. અરવિંદભાઇ કેશવલાલ (માંડવી), સ્વ. નીમુબેન, સ્વ. નવલબેનના બહેન તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11- 2023ના બુધવારે સાંજે 4થી 5 વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ વિથોણના કડવા પાટીદાર નાનુબેન કાનજી ખેતાણી (ઉ.વ. 97) તે સ્વ. કાનજીભાઇ મેધાણી (મૂળ અંગિયા હાલે દેગામ)ના પુત્રી, વાડીલાલભાઈ (ગાંધીધામ), મંજુલાબેન વિનોદભાઈ ડાયાણી (બેંગ્લોર), જયાબેન મગનભાઇ નાકરાણી (મેઘપર-અંજાર)ના માતા,  દમયંતીબેન વાડીલાલભાઈના સાસુ, જિગર, ઊર્વી, ધ્રુવી પ્રતીકભાઇ રામાણી (ચેન્નાઇ)ના દાદી તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11-2023ના બુધવારે સાંજે 4.30થી 5.30 પાટીદાર ભવન, ડી-માર્ટ રોડ, ગાંધીધામ ખાતે. નિવાસ સ્થાન : એ/162, અપનાનગર, ગાંધીધામ.

ગાંધીધામ : હિતેશ મંગારામ વાલવાણી (ઉ.વ. 38) તે નિતા વાલવાણીના પતિ, જયના પિતા, ઘનશ્યામભાઇ, મહેશ, હરેશ, ચંદ્રકાન્તના ભાઇ, સતીશ, હર્સલ, પાર્થ, ધ્રુવ, કિરણ, દિવ્યાના કાકા તા. 19-11-2023ના અવસાન પામ્યા છે.

અંજાર : ક.ગુ.ક્ષ. (મિસ્ત્રી) વાલજીભાઈ અમરશીભાઈ રાઠોડ (ઉ.વ. 76) (રિટાયર્ડ ગુ.વિ. બોર્ડ) તે સ્વ. રામુબેન અમરાસિંહભાઈ રાઠોડના પુત્ર, સ્વ. નર્મદાબેનના પતિ, સ્વ. જયંતીલાલ, હેમરાજભાઈ, મુકેશભાઈ, સ્વ. ગોદાવરીબેન, સ્વ. હરિબેન, સ્વ. કાન્તાબેન, સ્વ. સરસ્વતીબેનના ભાઈ, સ્વ. અરાવિંદભાઈ જેંતીલાલ રાઠોડ, સ્વ. દમયંતીબેન, સ્વ. ગિરધરભાઈ, હંસાબેન જયંતીલાલ પરમાર, લીલાવંતીબેન સુરેશભાઈ વેગડ, વર્ષાબેન રાજેશભાઈ ટાંક, વનિતા વિજયભાઈ જેઠવા, નેહાબેન નિરંજનભાઈ ટાંકના કાકા, આશિષ, જ્યોતિ, કલ્પના, વિશાલ, જયકિશન, નીતિન, પરેશ, દિશા, પ્રિયંકા, પાર્થ, નીરવ, ક્રિષ્નાના નાના, સ્વ. જેરામભાઇ આણંદા પરમારના જમાઈ, સ્વ. ભવાનભાઈ, હિરાલાલ, સ્વ. રણછોડભાઈ, સ્વ. અમૃતબેનના બનેવી, તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11-2023ના બુધવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર ખાતે, ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

મુંદરા : કરશન વિરમપુરી ગોહિલ (ઉ.વ. 57) તે રૂપાબેન વિરમ ભાણજી ગોહિલના પુત્ર, સ્વ. મૂળજીભાઇ, સ્વ. કેસા જગા, ગણેશભાઇ, હરિ વિરમ ગોહિલ (પ્રમુખ મુંદરા ગુર્જર સમાજ, સદસ્ય મુંદરા-બારોઇ નગરપાલિકા), ધનીબેન વેલાભાઇ મ્યાત્રા (રાપર), ડાહીબેન માનસંગ ધેડા (રાપર), સ્વ. મજીબેન વિભાભાઇ દાફડાના ભાઇ, કમલેશ, જયેશ, સુનીલ, નયનાબેનના પિતા, રવિ મૂરજી ગોહિલ, ગોવિંદ ગણેશ, રામજી, સુરેશ, માવજી, ભીમજી, રમેશના કાકા, હરેશ, જિગર, ભરત, ભાવિકના મોટાબાપા, સ્વ. કેસા પાલા દાફડાના જમાઇ, વિભાભાઇ, લાખાભાઇ, ગોવિંદભાઇના બનેવી, મંથન, સિદ્ધાંતના દાદા તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 24-11-2023ના શુક્રવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન ગુર્જર ફળિયો, મુંદરા ખાતે.

મુંદરા : અ.સૌ. નયનાબેન ધાયાણી (ખારવા) (ઉ.વ. 52) તે અરાવિંદભાઈ ધાયાણીના પત્ની, અંકિતભાઈ અને નયનભાઈના માતા, ગં.સ્વ. બચીબેન લાલજી ધાયાણીના પુત્રવધૂ, પૂનમબેન અને શ્વેતાબેનના સાસુ, ચંપકભાઈ, રંજનબેન પ્રેમજીભાઈ અને મીનાબેન મનુભાઈના ભાભી, ગીતાબેનના જેઠાણી, ગં.સ્વ. ગંગાબેન શ્રવણભાઈ પરમારના પુત્રી, અશોકભાઈ, ભાવનાબેન, હિરલબેન અને સોનાબેનના બહેન, જીનલ અને પ્રાચીના મોટીમા, નૈમિષ અને સાચીના દાદી તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ થઇ ગઇ છે. પ્રાર્થનાસભા/બેસણું તા. 21/11/2023ના મંગળવારે સાંજે 4થી 5 ગિરનારાયણ બ્રાહ્મણ સમાજવાડી, ખારવા ચોક, મુંદરા ખાતે ભાઈઓ અને બહેનોની સાથે.

માધાપર (તા. ભુજ) : મ.ક.સ.સુ. પ્રકાશભાઇ પરમાર (ઉ.વ. 66) તે સ્વ. જમનાબેન કુંવરજી પરમારના પુત્ર, ગં.સ્વ. જશુબેનના પતિ, જયેશ, રાજના પિતા, ભાવનાબેન, હેમાબેનના સસરા, વ્રિશા, ધ્રુવીના દાદા, સ્વ. રમેશભાઇ, દિનેશભાઇ, મહેન્દ્રભાઇ, મિલાપભાઇ, રાજેન્દ્રભાઇ, જનકબેન નરોત્તમ સાચલા (અંજાર), રીટાબેન રમણીકલાલ ચાવડા (માંડવી)ના ભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ. પરસોત્તમભાઇ, સ્વ. દામજીભાઇ, ડાહ્યાલાલ, ભચીબેન (આણંદસર)ના ભત્રીજા, જીવતીબેન રતિલાલ લખમશી (અંજાર)ના જમાઇ, દિનેશભાઇ, રજનીશ, બકુલ, પુષ્પાબેન, જનકબેન, ભારતીબેન (અંજાર)ના બનેવી તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 22-11-2023ના બુધવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, બસ સ્ટેન્ડ નજીક, માધાપર-જૂનાવાસ ખાતે.

ખાવડા (તા. ભુજ) : ખત્રી સિરાઝ અ. અઝીઝ (ઉ.વ. 17) તે મ. અ. અઝીઝ રમજાન (અઝીઝ આર. ખત્રી)ના પુત્ર, અ. રજાક, અ. રશીદ, અ. રહેમાન, અ. હમીદના ભત્રીજા તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-11-2023ના બુધવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને.

નારાણપર (તા. ભુજ) : ચાકી લતીફભાઇ હાજીઆદમ (ઉ.વ. 80) તે જુણસ અને મુસ્તાકના પિતા, અલ્તાફ, ઝુબેર, મોહસીન, આરીફ, મોહિનના દાદા, અદ્રેમાન, મ. ઇલિયાસ, હાજી ઝકરિયાના ભાઈ, હાજીઈશાક (મંજલ)ના સાળા, મામદ અદ્રેમાન (રાયણ), અનીશ હારુન (ભુજપર), હુસૈન ઇબ્રાહીમ (કાંડાગરા)ના સસરા તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-11-2023ના બુધવારે સવારે 10.30થી 11.30 નારાણપર મુસ્લિમ જમાતખાના ખાતે.

ટાંકણાસર (તા. ભુજ) : ડુસીબાઇ ઇભ્રાહીમ જત તે સલેમાન, મુસા, હાસમ, ઓસમાણના માતા, મામદ રહીમ અલી (જુરા-જતવાંઢ)ના મામી તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-11-2023ના બુધવારે સવારે 10 વાગ્યે ટાંકણાસર ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : મારૂ કંસારા સોની ધરમશી વાલજી પોમલ (ઉ.વ. 68) તે સ્વ. નર્મદાબેન વાલજીના પુત્ર, વિમળાબેનના પતિ, સ્વ. કાશીબેન શાંતિલાલ (રવાપર), ખુશાલભાઇ (નખત્રાણા), હરિરામ (રવાપર)ના ભાઇ, ચંપાબેનના જેઠ, ભરતભાઇ, ધર્મેન્દ્રભાઇના પિતા, ધ્યાનના દાદા, રિંકલબેન, રીનાબેનના સસરા, દીપાબેન, રિંકલબેન, અરૂણ, કિશનના મોટાબાપા, ઇશ્વરભાઇ, ચંદુભાઇ, જેન્તીભાઇ, સ્વ. રમેશભાઇ, જયેશભાઇ, ચેતનભાઇ, સ્વ. દિવાળીબેન, સરોજબેન વિનોદભાઇ (ગઢશીશા), કસ્તૂરબેન હરગોવિંદ (ગાંધીધામ)ના બનેવી, સ્વ. ડાઇબેન તુલસીદાસ વેલજી સોલંકી (મોટી વિરાણી)ના જમાઇ તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 22-11- 2023ના સાંજે 4થી 5 સતપંથ સમાજવાડી, દેશલપર ખાતે.

ધમડકા (તા. અંજાર) : હિંગોરજા હુશેન આમદ તે અલીમુહમ્મદ, દીન મુહમ્મદ, સધરના ભાઈ તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-11-2023ના બુધવારે સવારે 10 કલાકે નિવાસસ્થાન હિંગોરજા વાંઢ, ધમડકા ખાતે.

સાડાઉ / ગુંદાલા (તા. મુંદરા) : રસિકલાલ મગનલાલ બોડા (રાજગોર) (ઉ.વ. 62) તે સ્વ. રાધાબેન મગનલાલના પુત્ર, લીલાવંતીબેનના પતિ, મયૂર, બીનાબેનના પિતા, પ્રવીણાબેનના ભાઇ, કાંતિલાલ જોષીના સાળા, શિવાનીબેન, દિપેશકુમારના સસરા, ગં.સ્વ. કમળાબેન રામજીભાઇ બોડાના ભત્રીજા, અનિલભાઇ, ભરતભાઇ, હિતેષભાઇ, શાંતિભાઇ, શોભનાબેન, દિનાબેનના કાકાઇ ભાઇ, ભવ્ય, ભાગ્યના દાદા, નૈયાના નાના, સ્વ. શાંતાબેન વિશનજી માકાણી (ગુંદાલા)ના જમાઇ, સ્વ. હરિશંકરભાઇ, લીલાધરભાઇ, સ્વ. વિઠ્ઠલદાસ, અરવિંદભાઇ, નીતિનભાઇ, સ્વ. કસ્તૂરબેન, સ્વ. રંજનબેન, રમીલાબેનના બનેવી, ગં.સ્વ. લક્ષ્મીબેન, રમીલાબેન, ગં.સ્વ. કમળાબેન, સાવિત્રીબેન, સોનલબેનના નણદોયા તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની સાદડી તા. 21-11-2023ના સાંજે 3થી 5 જોટેશ્વર મહાદેવ મંદિર, સાડાઉ ખાતે અને સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 21-11-2023ના મંગળવારે સાંજે 3થી 5 અદાણી કોમ્યુનિટી હોલ, ગુંદાલા ચોકડી, ગુંદાલા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : મ.ક.સ.સુ. કલાબેન (લક્ષ્મીબેન) (ઉ.વ. 73) તે કેશવલાલ (બાબુભાઇ) ભાણજી સોલંકીના પત્ની, સ્વ. દિવાળીબેન ભાણજી મોરારજીના પુત્રવધૂ, આનંદ, શોભના, વિભા, છાયાના માતા, રેખાબેન, પ્રકાશ તુલસીદાસ (માંડવી), પ્રકાશ?વેલજી (મુંદરા), અશોક પટેલના સાસુ, સ્વ. હીરાબેન પ્રાણલાલના દેરાણી, સ્વ. સરલાબેન શાંતિલાલ, ગં.સ્વ. કમળાબેન કિશોર, ગં.સ્વ. મીનાબેન મધુસૂદનના જેઠાણી, લીલાવંતીબેન, સ્વ. જયાબેન, અનસૂયાબેન, નીરૂબેનના ભાભી, સ્વ. મણિબેન ચત્રભુજ ચાવડા (માંડવી)ના પુત્રી, સ્વ. ધનજીભાઇ, સ્વ. લીલાવંતીબેનના બહેન, ગીતા, નીતા, સ્વ. અમિત, હિરેન, ધર્મેન્દ્ર, વિપુલ, કપિલ, હિતેષ, દિપા, જિતેન્દ્ર, હેતલ, ક્રિષ્ના, સચિનના કાકી, ખુશીના દાદી, શીતલ, અંકિત, મહેક, શુભમના નાની તા. 20-11-2023ના અંધેરી (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-11-2023ના મંગળવારે 3થી 4 ચારણ સમાજવાડી, બસ સ્ટેશન પાસે, ભુજપુર ખાતે.

વાંઢ (તા. માંડવી) : લક્ષ્મીબેન હાજાભાઇ સંઘાર (વાઘેલા) (ઉ.વ. 73) તે હાજાભાઈ ધાઉભાઇની પુત્રી , ભીમજી, વેલજી, ગં.સ્વ. જેતબાઇ ભાણજીભાઇ, ગં.સ્વ. ગંગાબાઈ શંકરભાઈ (શેરડી), સ્વ. મીઠાબાઈ કમા (બિદડા), સ્વ. જેઠીબેન જેઠાભાઈ (વાંઢ)ના બહેન, સામત, શિવજી, મહેશના ફઇ તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-11થી 22-11-2023 સુધી ભીમજીભાઈ હાજાભાઇ વાઘેલાના નિવાસસ્થાન વાંઢ ખાતે.

ફરાદી (તા. માંડવી) : ધનજી ભાણજી મકવાણા (રાજપૂત) (ઉ.વ. 70) તે ગં.સ્વ. પ્રેમિલાબેન ભાણજી મકવાણાના પુત્ર, પ્રેમિલાબેનના પતિ, મનોજ (મનુ), ગોવિંદ (કનુ), સ્વ. મંજુલાબેન (બેબી)ના ભાઇ, ધર્મેન્દ્ર (ચકો), નીતા, રીટા, પૂનમના પિતા, સ્વ. કેશરબેન માનસંગજી સોલંકી (ભુજ)ના જમાઇ, ભારતીબેન, કિશોરભાઇ આમર, મહેશભાઇ સોલંકી, સચિન પરમારના સસરા, કિશન અને કુશાલના મોટાબાપુ, નીમાંશી, હેન્સી, શિવમના દાદા, દીક્ષિત, જય, યુવરાજ, મંતવ્ય, રાશિના નાના તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-11- 2023ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન ફરાદી ખાતે.

કોટડા (જ.) (તા. નખત્રાણા) : ધનસુખભાઇ વેલાણી (ઉ.વ. 72) તે ગં.સ્વ. શાંતાબેનના પતિ, રમેશભાઇ (ગોવા), નવીનભાઇ (કોટડા-જ.), શારદાબેન (પાટણ)ના પિતા, સ્વ. કેશરબેન (નખત્રાણા), લક્ષ્મીબેન (સુરત), સ્વ. મોગીબેન (નાગપુર), હંસાબેન (સાગર), રમીલાબેન (વસઇ), સ્વ. ભીમજીભાઇ (કોટડા), શિવદાસભાઇ (દહેગામ), ભાણજીભાઇ (કોટડા), લાલજીભાઇ (કલકત્તા), પરસોત્તમભાઇ (બેંગ્લોર)ના ભાઇ, દિવ્યાબેન (હૈદરાબાદ), વંશિકાબેન (સુરત), નયન (કોટડા), વંશ, વંદન (ગોવા)ના દાદા તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21/22/23-11-2023ના સવારે 8.30થી 10 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન કોટડા (નવાવાસ) ખાતે.

કોટડા (જ.) (તા. નખત્રાણા) : ઠોડિયા ઇબ્રાહીમ હુસેન (ઉ.વ. 68) તે મ. હુસેન કરીમ મામદ (કાદિયા)ના પુત્ર, મ. એશાક, મ. ઇસ્માઇલ, જુમાભાઇ, જાગોરા ઉમર (કાદિયા), ઓસમાણ (કોટડા)ના ભાઇ, ભટી સાલેમામદ, મ. ઉમર, જુસબ, સિધિક (કોટડા-જ.)ના બનેવી, મહમદ ઠોડિયા, રજાક (કોટડા)ના પિતા, અબ્દુલ, ઇકબાલ, અસલમ, આસિફ, ઇમરાન, ગુલમામદના મોટાબાપા, અહમદ, અયાનના દાદા, ઇશાક ઠોડિયા (લક્ષ્મીપર), ફકીરમામદ જુણેજા (બાયઠ)ના સસરા તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-11-2023ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન કોટડા (જ.) ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : કુંભાર જેલાબાઇ ઇબ્રાહીમ (ઉ.વ. 80) તે મ. ઇબ્રાહીમ ઓસમાણ?(બેટાઇ)ના પત્ની, હાસમ ઈબ્રાહીમના માતા, અદ્રેમાન, સમીરના દાદી તા. 20-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-11-2023ના બુધવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.

કોઠારા (તા. અબડાસા) : સોઢા મુબારક જાકબ (ઉ.વ. 62) તે મોહસીન, મોઝીબ, સલીમ, શાહીદના પિતા, હાજી રમજાન, આધમના મોટાભાઇ, સમેજા અભુ ઇશા (વાંકુ)ના જમાઇ તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-11-2023ના બુધવારે સવારે 10થી 11 જન્શાપીર દરગાહના મેદાન, કોઠારા ખાતે.

મનફરા (તા. ભચાઉ) : આશાબેન (ઉ.વ. 52) તે જગદીશ કંથડના પત્ની, મોહન કંથડના પુત્રવધૂ, વિકાસ, કાજલ, મયંકના માતા, શ્રદ્ધાબેન તથા આશિષપુરીના સાસુ, મિષ્ઠિના નાની, ગં.સ્વ. લીલાબેન કિશોરગિરિ (ગાંધીધામ)ના પુત્રી, વિનોદગિરિના બહેન, સ્વ. જીતુબેન મગન, સ્વ. ગંગાબેન મનસુખ, લતાબેન કૈલાસ, સવિતાબેન ઘનશ્યામના દેરાણી, રસીલાબેન સુરેશ, ગં.સ્વ. રમીલાબેન મહેશના જેઠાણી, મંજુલાબેન (તુણા), સરસ્વતીબેન (આધોઈ), ગંગાબેન (ભારાપર), ત્રિવેણીબેન (ખંભરા)ના ભાભી, પંકજ, પીયૂષ, રમેશ, રાજેશ, કનૈયા, દીપક, પ્રકાશ, હિતેશ, સંજય, અમિત, રૂપલ, કોમલ, પ્રીતિ, હિના, ધ્રુવીના કાકી તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 23-11-2023ના ગુરુવારે, ઉત્તરક્રિયા તા. 1-12-2023ના ગણેશનગર મનફરા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang