• રવિવાર, 01 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : ચમનલાલ કાનજી સોલંકી (ઉ.વ.  73) (નિવૃત્ત એસબીઆઇ-ભજનિક) તે સ્વ. પ્રભાબેન કાનજી સોલંકીના પુત્ર, જ્યોતિબેનના પતિ, ધવલ, ભાવિની (આરોગ્ય શાખા), મિત્તલ (આઈ.સી.ડી.એસ.)ના પિતા, સ્વ. મણિબેન જસવંતભાઈ મકવાણાના જમાઇ, સ્વ. ભાનુમતીબેન નવીનચંદ્ર ચૌહાણ, હર્ષાબેન જયંતીભાઈ સોઢાના ભાઈ, બિન્તા, રત્નેશ એમ. પરમાર, દિલીપ એલ. પરમારના સસરા, શૌર્ય, આરવના દાદા, ઉત્સવ, તીર્થના નાના, શારદાબેન મનસુખભાઇ પરમાર, ગં.સ્વ. જયશ્રીબેન લક્ષ્મણભાઇ પરમાર, ગં.સ્વ. મીનાબેન પ્રવીણભાઈ ભાટીના વેવાઈ, હિંમતભાઈ, સ્વ. દિલીપભાઈ, જિગરભાઈ, રણધીરભાઈ, જયશ્રીબેન, રોહિતભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. પ્રતાપભાઈ, નીતિનભાઈના બનેવી, ભરત, પૂનમ, અક્ષયા, સાગરના મામા તા. 15-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-5-2025ના સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ ખાંડેકના નાગજીભાઇ ધરમશીભાઇ ખાંડેકા (ઉ.વ. 48) તે સ્વ. રંભીબેન ધરમશીભાઇના પુત્ર, સવિતાબેનના પતિ, બળદેવભાઇ, નારણભાઇના ભાઇ, નીતિન, અવનીના પિતા, પાર્વતીબેન રણછોડભાઇ બાલાસરાના જમાઇ તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-5-2025ના શનિવારે સાંજે 4થી 5 હરિપર ખાતે.

અંજાર : મૂળ વરલી (તા. ભુજ)ના હમીરભાઇ ગોપાલભાઇ બારોટ (ઉ.વ. 85) (માજી એસ.ટી. કંડક્ટર) રાવળદેવ તે વિમળાબેનના પતિ, સંગીતાબેન, અશ્વિનભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. ધર્મેન્દ્રભાઇના પિતા, પૃથ્વીબેન, દીક્ષિતાબેન, પ્રવીણભાઇ દેવાત્કાના સસરા, પ્રેક્ષા, યશ્વિની, જીલ, રાજવીર, વંશવીરના દાદા, દિવ્યતા, આરતી, સાગરના નાના તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-5-2025ના શુક્રવારે સાંજે 5થી 6 ભાટિયા સમાજવાડી, અંજાર ખાતે. ધાર્મિકવિધિ ઉત્તરક્રિયા તા. 24-5-2025ના શનિવારે નિવાસસ્થાન 9-ચામુંડા સોસાયટી, નયા અંજાર ખાતે.

મુંદરા : નાની ખાખર (તા. માંડવી)ના કોરશી ગાંગજી મોથારિયા (ઉ.વ. 60) (નિવૃત્ત એ.એસ.આઇ ગુજરાત પોલીસ) તે સ્વ. દેવલબાઈ ગાંગજી બુધા મોથારિયાના પુત્ર, હીરબાઇના પતિ, જેઠાલાલ, સામત, રાજબાઇના ભાઈ, કલ્પના, અંજલિ, મીના, રાણાભાઈ, પ્રિયા, લક્ષ્મી, ભૂમિકા, સૂરજના પિતા, પ્રકાશના દાદા તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તથા પાણી તા. 16-5-2025ના તથા તા. 17-5-2025ના નાની ખાખર ખાતે.

માંડવી : સુમરા હાજી આદમ અદ્રેમાન (ઉ.વ. 75) તે મ. અલીમામદ, ઇબ્રાહિમ (પટેલ), યુનસ, અબુબકર, સિદિક, કાસમના મોટા ભાઇ, આમદ (બાવારો)ના મોટાબાપા, ઇસ્માઇલ (બાવાભા), રમજાન, શબ્બીરના પિતા, મ. હાજી ઇશાક હાજી ઇસ્માઇલ (ભુંગીવાળા), અનવર જાફર (સુખપર)ના સસરા, કૈશ, નાઇફહુશેન, અહદના દાદા, મુસ્તફા, મુનામ, મુખ્તાર, હાસિમના નાના તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-5-2025ના શનિવારે સવારે 10થી 11 મદરેસા જમાલે મુસ્તફા, સુખપર, સુમરાવાસ ખાતે.

નખત્રાણા : સાવિત્રીબેન હરેશ શેખા (ઉ.વ. 41) તે હરેશ લધારામ શેખાના પત્ની, સ્વ. ગંગાબેન લધારામ શેખા, બાબુલાલ ગાંગજી, શિવજી ગાંગજી, ભીમજીભાઇ નથુ, નયનાબેન ભવાનજી શેખાના પુત્રવધૂ, સ્વ. ફકુભાઇ ખજુરિયા રૂપાણી (કાદિયા)ના પુત્રી, તારાબેન પૂંજા ઐયર, શાંતાબેન મણિલાલ (જિયાપર), સ્વ. શારદાબેન ભવાન (નાના અંગિયા), ધનજી, બાબુલાલ, શાંતિલાલ (કાદિયા)ના બહેન, પૃથ્વી, દર્શન, ખુશાલીના માતા, ભદ્રેશ, બાદલ, હાર્દિકના કાકી, નર્મદાબેન, પ્રવીણાના ભાભી તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી અને ઘડાઢોળ તા. 17-5-2025ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન રામદેવનગર, નખત્રાણા ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ રેહાના ક.ગુ. ક્ષત્રિય રતિલાલ શિવજીભાઇ વાઘેલા (ઉ.વ. 82) તે સ્વ. શિવજીભાઇ ધનજી વાઘેલા તથા સ્વ. અમૃતબેનના પુત્ર, રસીલાબેન (જશુબેન)ના પતિ, સ્વ. ઇશ્વરલાલ શિવજી વાઘેલા, પુષ્પાબેન દામજીભાઇ પરમાર, મંગળાબેન ધારશીભાઇ વરૂ, સરલાબેન ભગવાનલાલ ચૌહાણના ભાઇ, અરુણાબેનના જેઠ, સ્વ. કમળાબેન નારણભાઇ રાઠોડના જમાઇ, ભાવના, જોષના, હિના, કુસુમ, રાજેશ (કાનો)ના પિતા, દિલીપ જેઠવા, કીર્તિકુમાર યાદવ, અનિશ ચૌહાણ, રાકેશ જેઠવા, કીર્તિબેનના સસરા, હરીશ, રેણુકા, પરેશના મોટાબાપા, મગનભાઇ, અમૃતલાલ, ગોપાલભાઇ, દિનેશભાઇના બનેવી, મીરા, રાહીના દાદા, વિનય, આરતી, કાવ્ય, મોનાલી, કોમલ, પર્વ, રાજ, હસ્તીના નાના તા. 15-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-5-2025ના શનિવારે સાંજે 5થી 6 ક.ગુ.ક્ષ. સમાજ ભવન, કુકમા ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : મૂળ કુરબઇના કાંતિલાલ રામજી રામજિયાણી (ઉ.વ. 63) તે સ્વ. હીરબાઇ રામજી માવજી રામજિયાણીના પુત્ર, સ્વ. ઝવેરબેન (દેશલપર), સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. વેલજીભાઇ, સ્વ. પરસોત્તમભાઇ (મલાડ), સ્વ. રુક્ષ્મણીબેન (માનકૂવા-મુંદરા), નાનજીભાઇ (ગઢશીશા), કમળાબેન (આણંદસર), હરેશભાઇ, શાંતિભાઇના ભાઇ, ઉર્વશીબેન (રાજપર)ના પિતા, પ્રતીકભાઇ (રાજપર)ના સસરા, લીલાબેન (પનવેલ), ચંદ્રિકાબેન (વિરાણી), સુરેશભાઇ (ભુજ), મહેશભાઇ (ભુજ), જિતેન્દ્ર, પરેશ (નાસિક), સુનિતા (ગાંધીનગર), વિનોદભાઇ, પ્રવીણભાઇ, ધીરજભાઇ, સ્વ. સચિન, મુકેશ (મલાડ)ના કાકા, નીતેશ, દિલપેશ, અસ્મિતા (વડવા કાંયા), ક્રિષ્ના (ભુજ), ભક્તિ (ગાંધીધામ), મયૂરના મોટાબાપા તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-5-2025ના સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ સનાતન પાટીદાર સમાજવાડી, દેશલપર ખાતે.

બાંભડાઇ (તા. માંડવી) : રાઠોડ મનુભા પ્રાગજી (ઉ.વ. 65) તે રાઠોડ હરિસંગ પ્રાગજી, મુરુભા પ્રાગજી, જાલુભા, લધુભા, કાનજી, જેઠુભા, માધુભા રાઠોડ, ભારતીબા, સૂરજબાના ભાઇ, રાઠોડ ભરતસિંહ, પ્રવીણસિંહના કાકા, ચૂડાસમા સ્વ. આમરજી, મોહબતસિંહ ચૂડાસમા (કારાઘોઘા)ના ભાણેજ તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન બાંભડાઇ ખાતે.

ભાડા (તા. માંડવી) : ગઢવી પનઇબાઇ સાંગાભાઇ (માલમ) તે સ્વ. સાંગા દેવા માલમના પત્ની, શામળાભાઇ (મોટી ખાખર), શિવરાજભાઇ, દેવરાજભાઇ, દેવલબેન કાનિયા બારોટ (કોટાયા)ના માતા, મોમાયાભાઇ (મોટા લાયજા), વીરાભાઇ (મોટા લાયજા), સ્વ. માલશ્રીબાઇ, સ્વ. થારઇબેન (ભાડા)ના બહેન, ગોવિંદ, પુનશી, લક્ષ્મીબેન જાદવ વાનરિયા (બાડા), કમશ્રી મોહન (રાયણ), મોહન, વિજય, પુનશ્રીબેન, ઉમાના દાદી તા. 15-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-5થી 18-5-2025 શુક્ર, શનિ, રવિ તથા ઉત્તરક્રિયા તા. 25-5-2025ના રવિવારે શિવરાજભાઇના નિવાસસ્થાને ભાડા ખાતે.

બિદડા (તા. માંડવી) : નાનબાઇ ખીમજી ડોરૂ (ઉ.વ. 95) તે સ્વ. ખીમજી પૂંજાભાઇના પત્ની, સ્વ. દેવશી પૂંજાના ભાભી, જેઠીબાઇ, ભાવનાના માતા, આતુ પાતારિયા, ચમન દાફડાના સાસુ, ફકીરાભાઇ ધનજીભાઇના મોટીમા, આતુ ગાભા રોશિયા, ખેતશી ગાભા રોશિયાના મોટા બહેન તા. 15-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ છે.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : જાડેજા હકુમતસિંહ નટુભા તે મહેન્દ્રસિંહ, ખેંગારજીના નાના ભાઇ, રવીન્દ્રસિંહ, અંજલિબાના પિતા, સહદેવસિંહ, જિગરસિંહ, મયૂરસિંહના કાકા તા. 15-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17-5-2025થી કાંડાગરા રાજપૂત (ક્ષત્રિય) સમાજવાડીમાં. પાણીઢોળ તા. 26-5-2025ના સોમવારે નિવાસસ્થાને.

ટુંડા (તા. મુંદરા) : કુંભાર અમીબાઈ (ઉ.વ. 58) તે મ. કાસમના પુત્રી, હાજી આદમ, ઈબ્રાહીમ સુમાર, અબ્દુલ્લાહ, ઓસમાણ ગનીના બહેન તા. 15-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-05-2025 શનિવારે સવારે 9.30થી 10.30  ઈબ્રાહીમશા પીરની દરગાહના કમ્પાઉન્ડમાં, ટુંડા ખાતે. 

રામાણિયા (તા. મુંદરા) : ભટ્ટી ભાભા સલીમ સિધિક (ઉ.વ. 55) તે મ. ભટ્ટી સિધિક ઓસમાણના પુત્ર, ભટ્ટી ઇસ્માઇલ સિધિક (માજી પટેલ), ભટ્ટી હાજી અબ્દુલ્લા (માજી એ.એસ.આઇ.), ભટ્ટી રસીદ, ભટ્ટી હાજી અનવરહુશેન (માજી સર્કલ ઓફિસર)ના ભાઇ, ભટ્ટી ઇકબાલ, યાસીનના પિતા, ભટ્ટી ઇબ્રાહિમના કાકાઇ ભાઇ, ચૌહાણ સિધિક, નૂરમામદ, રજાક (રામપર-વેકરા)ના બનેવી, મોગલ બાવલા બેગ, ત્રાયા ઇસ્માઇલ (ગળપાદર)ના વેવાઇ, મ. ચૌહાણ ઇસ્માઇલના જમાઇ, હાલા ઝુબેરના સસરા, રાઠોડ ઇબ્રાહિમ (સેડાતા)ના સાળા, રાઠોડ ગુલામકમાલના મામા, ભટ્ટી મ. સિકંદર, ભટ્ટી મુસ્તાક, અલ્તાફ, અઝરુદ્દીન, સુલ્તાન, ઇમરાન, ફરદીન, ઇમરાનના કાકા તા. 15-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-5-2025ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, રામાણિયા ખાતે.

રામપર-રોહા (તા. નખત્રાણા) : લોહારવાઢા આમદ હારુન (ઉ.વ. 70) તે મજીદ, સલીમના પિતા, હુશેન, હાજી મુસા, ઇબ્રાહિમ, મામદના ભાઇ, ગુલામ સાલેમામદ (હાલાપર)ના સસરા, મ. ઓસમાણ, મ. ઇબ્રાહિમ, રમજાન અલીમામદ, જાફર (બાલાચોડ)ના બનેવી, મ. સાલેમામદ, દાઉદ (દેવપર-યક્ષ), મામદ હુશેન (કોટડા-રોહા)ના સાળા, રજાક, ઇકબાલ, મુસ્તાક, આરીફના મોટાબાપા તા. 15-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-5-2025ના રવિવારે સવારે 11થી 12 મસ્જિદ કમ્પાઉન્ડ, રામપર-રોહા ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : દેવશીભાઇ વાલજીભાઇ નાકરાણી (ઉ.વ. 79) તે સ્વ. ગોમતીબેનના પતિ, અરવિંદભાઇ, કાંતિભાઇ, રેખાબેન (રાયપુર)ના પિતા, ચેતન, મયૂર, નિરાલી, રોશની, મોનિકા, ઉમા, માધુરીના દાદા તા. 15-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-5 અને 17-5-2025 (બે દિવસ) સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી 5 નિવાસસ્થાન નાગનાથ મહાદેવ મંદિરની પાસે.

કોઠારા (તા. અબડાસા) મૂળ નાની વિરાણી લુહારવાઢા ગુલામહુસેન ઈસ્માઈલ (ઉ.વ. 35) તે ઈસ્માઈલ જાનમામદના પુત્ર, હારૂન, જાકબ, ફકીરમામદ, સલીમના ભત્રીજા, જુસબ, અમીરના મોટા ભાઈ, અયાન, અરમાનના પિતા, ઉમર કાસમ (સણોસરા)ના ભાણેજ, મામદ ઈશાક (કોઠારા)ના જમાઈ તા. 14-05-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-5-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન સિલ્વર પાર્ક સામે, કોઠારા ખાતે. 

જુણાચાય (તા. લખપત) : જાડેજા કરશનજી લાખિયારજી (ઉ.વ. 82) તે સ્વ. વંકાજી, સ્વ. દેવાજીના ભાઇ, દાનસંગજી, વંકાજીના કાકા, ભીમજી, સરૂપાજી, અજિતસિંહના દાદા, સ્વ. સવરાજજી પઢિયાર (વઘાપદ્ધર, તા. અબડાસા)ના જમાઇ, સ્વ. લાખિયારજી, પ્રતાપજીના બનેવી તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 18-5-2025ના સાંજે.

દાદર (મુંબઇ) : મૂળ નાની ખાખરના ક.વી.ઓ. જૈન હેમાબેન નેમજી દેઢિયા (ઉ.વ. 79) તે લાછબાઈ કુંવરજી દેઢિયાના પુત્રવધૂ, કંકુબેન હીરજી ઉમરશી ગાલા (મોટા આસંબિયા)ના પુત્રી, નેમજી કુંવરજી દેઢિયાના પત્ની, કેતન, સચિનના માતા, દિવ્યા, દીપાના સાસુ, મન, બાલી, બેન્ટલીના દાદી, ગુણવંતીબેન જયંતીલાલ છેડા (બિદડા), ભારતીબેન જગદીશભાઈ મેહતા (વવાણિયા)ના વેવાણ તા. 12-5-2025ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 16-5-2025ના શુક્રવારે સાંજે 4થી 5.30 વર્ધમાન સ્થાનક જૈન શ્રાવક સંઘ, કરસન લધુ હોલ (1 માળે), એસ. કે. બોલે રોડ, દાદર (વેસ્ટ) ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : કેતન- 97022 72222, સચિન- 97022 09222. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd