ભુજ : મૂળ તલવાણાના કાન્તાબેન તે નાનજીભાઇ નોરિયાના પત્ની, ઉમાબાઇ લાલજી નોરિયાના પુત્રવધૂ, હાજા વિરમ ધેડા (મોટા કપાયા)ના પુત્રી, સ્વ. દેવજી હાજા
ધેડા, ખેરાજ હાજા ધેડા, ચેતન, થાવરના બહેન, જેઠાલાલ લાલજીના ભાભી, અતુલ, દીપક, પ્રકાશ, શાન્તાબેન હીરજીભાઇ (માધાપર), ભાવનાબેન ચંદુલાલ સંજોટ
(દરશડી)ના માતા, મોહિત, સુમિતના દાદી,
ધર્મેશ, સચિન, ભાવિકાના નાની
તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂરી થઇ ગઇ છે.
ગાંધીધામ : મૂળ બકુત્રાના ધીરજલાલ ચૂનીલાલ બાદરલાલ ડુંગાણી
(શાહ) (ગાંધીધામ મર્કન્ટાઇલ બેંકવાળા) (ઉ.વ. 53) તે સ્વ. સુરેશભાઇ, નવીનભાઇ, પ્રમોદભાઇ, પ્રફુલભાઇના
નાના ભાઇ, ભવ્ય તથા કુંજના પિતા તા. 16-3-2025ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 20-3-2025ના
ગુરુવારે સવારે 10.30થી 12 વિવિધલક્ષી જૈન નૂતન મહાજનવાડી, ચિંતામણી દેરાસર પાસે, ગાંધીધામ ખાતે.
અંજાર : મચ્છુ કઠિયા સઇ સુથાર મીનાબેન (ઉ.વ. 58) તે ઇશ્વરલાલ તુલસીદાસ પરમારના
પત્ની, સ્વ. પુષ્પાબેનના પુત્રવધૂ, દિવ્યેશ તથા સંકેતના માતા, તૃપ્તિબેન તથા જુલીબેનના સાસુ,
સ્વ. દિનેશ, પ્રવીણાબેન બિપીનભાઇ ચૌહાણ,
મીનાબેન કિશોરભાઇ ધામેચા (ભુજ)ના ભાભી, લીલાવંતીબેનના
જેઠાણી, રીકી તથા કિંજલબેન કિરણભાઇ પરમાર (માધાપર)ના મોટાબા,
સૃષ્ટિ, જીયાંશી, જીયાંશના
દાદી, ગં.સ્વ. ડોલરબેન કાંતિલાલ પરમાર (ભુજ)ના પુત્રી,
સ્વ. નિમેષ, પ્રવીણાબેન, ભાવનાબેન, જ્યોતિબેન, નયનાબેનના
બહેન તા. 18-3-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-3-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 મ.ક.સ.સુ.
સમાજવાડી, જન્મોત્રી સોસાયટી, નયા
અંજાર ખાતે ભાઈઓ-બહેનોની સાથે.
અંજાર : મૂળ મથડાના ગાંધી કાંતિલાલ (બાબુભાઇ) (ઉ.વ. 75) તે માનુબેન મણિલાલ ગેલાભાઇના
પુત્ર, જનકબેનના
પતિ, ભાવના, ડિમ્પલ, કુલદીપના પિતા, દીક્ષિત, વિશાલ,
શીતલબેનના સસરા, સ્વ. રસિકલાલ, સ્વ. રવિભાઇ, સ્વ. નવીનચંદ્ર, સ્વ.
શારદાબેનના ભાઇ, ગં.સ્વ. રસીલાબેન, ગં.સ્વ.
નિર્મલાબેનના દિયર, સ્વ. જવેરબેન મણિલાલ વોરા (નાની ખેડોઇ)ના
જમાઇ, કીર્તિભાઇ, નરેન્દ્રભાઇ, જયેશભાઇ, નયનાબેનના બનેવી, જિયાંશી,
કાવ્યા, હર્ષના દાદા, પાર્શ્વ,
દિવ્યાંશના નાના તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-3-2025ના બુધવારે સાંજે 4થી 5.30 નિવાસસ્થાન મથડા ખાતે.
માંડવી : મચ્છુ કઠિયા સઇ સુતાર ભાવનાબેન પરમાર (ઉ.વ. 58) તે જિતેન્દ્રભાઇના પત્ની, સ્વ. પ્રભાબેન જયશંકરભાઇ હંસરાજભાઇ પરમારના
પુત્રવધૂ, મિહિર અને દીપના માતા, રિમલના
સાસુ, મહિમા અને લક્ષ્યના દાદી, મહેન્દ્રભાઇ
(માંડવી), શીતલભાઇ (દુબઇ), ગં.સ્વ. હેમલતાબેન
હરસુખલાલ ચાવડા (રામપર-વેકરા), અરૂણાબેન ઇશ્વરલાલ ડાભી (દુબઇ),
લતાબેન મહેન્દ્રભાઇ સોલંકી (માધાપર), ગં.સ્વ. લેખાબા
કલુભા જાડેજા (માંડવી), ક્રિષ્નાબેન કિરીટભાઇ પીઠડિયા (માંડવી)ના
ભાભી, રંજનબેનના દેરાણી, મિનલબેનના જેઠાણી,
સપના હિતેન્દ્ર પીઠડિયા (ઇન્દોર), કેવલના કાકી,
એકતા અને સિદ્ધાર્થના ભાભુ, અવનીના કાકીજી સાસુ,
સ્વ. દિવાળીબેન શિવજીભાઇ નારણભાઇ પરમાર (સુખપર)ના પુત્રી, સ્વ. ડાહ્યાલાલ (ભુજ), સ્વ. મોહનલાલ (મિરઝાપુર),
સ્વ. શંકરલાલ (મિરઝાપુર), સ્વ. જેન્તીલાલ (મિરઝાપુર),
નિર્મળાબેન પ્રભુલાલ પીઠડિયા (ઇન્દોર), ગં.સ્વ.
ભગવતીબેન બિપિનભાઇ ચાવડા (મિરઝાપુર), જયાબેન જગદીશભાઇ પરમાર
(સુખપર), ભારતીબેન રાજેન્દ્રભાઇ લાખાણી (ભુજ)ના બહેન,
સ્વ. ધનીબેન, સ્વ. લાભુબેન, ગં.સ્વ. રમીલાબેન, ગં.સ્વ. હેમલતાબેનના નણંદ તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 20-3-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : હાજિયાણી રોમતબાઇ (ઉ.વ. 90) તે મ. યાકુબ બ્રેરના પત્ની, હાજી અદ્રેમાન તથા સુલેમાનના માતા, મ. હાજી ઇબ્રાહિમ, હાજી સાલેમામદ, મ. હાજી યુસુફ, હાજી ઉમર, હાજી
અબુબકર, હાજી સિધિક, હાજી ઇસ્માઇલ મોરારિયાના
બહેન, મામદ, ઇમરાન (ભૂરો), રફીક, રમઝાન (રમજુ)ના દાદી, ઇબ્રાહિમ
આમદ કુંભાર (અંજાર), મામદ ઇસ્માઇલ છત્રા (માધાપર)ના સાસુ તા.
18-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 20-3- 2025ના ગુરુવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.
ઝુરા (તા. ભુજ) : જેતબાઈ ગાવિંદજી ગોપાલજી ભાનુશાલી (ઉ.વ. 92) તે વાલજીભાઈ, અરાવિંદભાઈ, દીપકભાઈ,
ધનુબેન અરાવિંદભાઈ રતનશી મીઠિયા (ઝુરા), નિર્મળાબેન
દિનેશભાઈ લાલજીભાઈ ગજરા (નિરોણા), ચેતનાબેન શાંતિલાલ રવજીભાઈ
ભદ્રા (ભુજ), ભગવતીબેન ગિરીશભાઈ લક્ષ્મીદાસ નંદા (ગાંધીધામ),
અલ્પાબેન પ્રવીણભાઈ ગાવિંદભાઈ ભદ્રા (હનુમાનનગર)ના માતા, મેઘજી ગોપાલજી, સ્વ. વેલજી ગોપાલજી, પ્રેમજી ભચા, સ્વ. મેઘજી ભચા, લક્ષ્મીદાસ
ભચાના ભાભી, દિનેશ, રંજનબેન શિવાનંદ,
મહેશ, ચંદુલાલ, રાજેશ,
અવની, ક્રિશા, શૌર્યના દાદી,
સ્વ. પ્રાગજીભાઈ વાલજીભાઈ ગજરા (હનુમાનનગર)ના પુત્રી તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 20-3-2025ના ગુરુવારે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ભાનુશાલી કોમ્યુનિટી હોલ, ઝુરા ખાતે.
કુરબઈ (તા. ભુજ) : બુધુભાઈ ડોસાભાઈ લાખાભાઈ ધેડા (ઉ.વ. 77) તે સ્વ. ડોસાભાઈ લાખાભાઈના
પુત્ર, રતનબેનના
પતિ, મેઘજીભાઈ, જુમાભાઈ, સ્વ. જીઠિયાબાઇ જુમાભાઈ પાટણ (વિરાણી નાની), બાયાબાઈ
મેઘજીભાઈ ફુલિયા (બિદડા), સેજબાઈ બાવાભાઈ સીજુ (માનકૂવા)ના ભાઈ,
રમેશભાઇ, દેવજીભાઈ, સામજીભાઈ
(ગણેશ ઓટો-દેશલપર), ગં.સ્વ. કેસરબેન ધનજી કચરા (ખીરસરા કોઠારા)ના
પિતા, કાનજીભાઈ, રામજીભાઈ, સ્વ. નરશીભાઈના કાકા, અરાવિંદ, મયૂર, સપના શક્તિ કનર (આદિપુર), અલ્પા કિશન માંગલિયા (સામત્રા), તુલસી, જયદીપ, અશ્વિની, ભૂમિ, શિવમ્, નીતા સુનીલ પાતારિયા (ભારાપર), પ્રવીણા કલ્પેશ વિગેરે (મોર્ગન)ના દાદા તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 18-3-2025ના મંગળવારે આગરી, તા. 19-3-2025ના બુધવારે પાણી (પાણીયારો) નિવાસસ્થાન કુરબઈ ખાતે.
માનકૂવા (તા. ભુજ) : સોતા અકબર મામદ (ઉ.વ. 48) તે મ. સોતા મામદ વલીમામદના
પુત્ર, અસલમ મામદ, મુસ્તાક મામદ,
હોથી મુમતાજ ઉસ્માનના ભાઇ, મોસીમ, વસીમના પિતા, અબ્દુલ ઉસ્માન, ઇમરાન
ઉસ્માનના કાકાઇ ભાઇ, હોથી ઉસ્માન આમદના સાળા, મેહમૂદ બાપુ (ભુજ)ના ભાણેજ તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 20-3-2025ના ગુરુવારે અસર નમાજ બાદ નિવાસસ્થાન
માનકૂવા ખાતે.
બિદડા (તા. માંડવી) : હિતેષ મૂરજી શિણાઇ (ઉ.વ. 52) (હાલે ભુજ) તે ગં.સ્વ. જયાબેન
મૂરજી ખીમજી શિણાઇના પુત્ર, સરસ્વતીબેનના
પતિ, સ્વ. લાલાના પિતા, સ્વ. જિતેન્દ્ર,
સ્વ. નીમુબેન, વર્ષાબેનના ભાઇ, વિરજી શામજી મોતા, દીપકભાઇ કરશનજી ભટ્ટના સાળા,
સ્વ. કરશનજી, સ્વ. રવિલાલ, મણિલાલ, રતિલાલ, ઉમ્યાશંકર,
સ્વ. લક્ષ્મીબેન ધનજી મોતા, સ્વ. નર્મદાબેન ભવાનજી
મોતા, ગં.સ્વ. ગોદાવરીબેન નારાણજી મોતા, મણિબેન પ્રેમજી મોતા, સ્વ. જયાબેન હરિરામ મોતા,
વિજયાબેન રામજી મોતાના ભત્રીજા, સ્વ. લાલજી,
રમેશ, નીતિન, ચેતન,
જિતેન્દ્ર, અનિલ, હર્ષદ,
નરેન્દ્ર, જિગરના કાકાઇ ભાઇ, સ્વ. શિવજી પ્રેમજી મોતા (ગુંદિયાળી)ના દોહિત્ર, કાંતિલાલ
જીવરામ મોતા (બાગ) અને રતિલાલ જીવરામ મોતાના જમાઇ, ખરાશંકર,
રાજેશ, લીલાવંતી, ગોદાવરીબેનના
બનેવી, હિંમતલાલ મૂરજી નાગુ, જગદીશ શંભુલાલ
નાગુના સાઢુભાઇ, બકુલ, હેન્સી, રિદ્ધિ, વિશ્વાસ, પ્રેક્ષા,
ધિઓમના ફુવા તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 20-3-2025ના બપોરે 3થી 6 મોમાય માતાજી પ્રાંગણ, ભાનાતર વાડી, બિદડા ખાતે તેમજ સાસરા પક્ષ તરફથી બપોરે
3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
ડોણ (તા. માંડવી) : ભુકેરા ફાતિમાબાઇ હાજી ઓસમાણ (ઉ.વ. 60) તે અનવર અને સાજીદના માતા, ઉમર, ઇશાક, હુશેન, મ. અબુબખરના ભાભી, સમેજા
અલીમોહમ્મદ અને સમેજા નૂરમોહમ્મદના બહેન, રાશીદખાન, અલ્તાફ રાયમા, અબ્દુલ સમેજા, સિકંદર
ભુકેરા, રિઝવાન મંધરાના સાસુ તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 20-3-2025ના ગુરુવારે સાંજે અસર નમાજ
બાદ મુસ્લિમ જમાતખાના, ડોણ ખાતે.
ધ્રબ (તા. મુંદરા) : તુર્ક હાજિયાણી હસીનાબાઇ સુલતાન (ઉ.વ. 37) તે સુલતાન ઇબ્રાહિમ (કંડલાવાળા)ના
પત્ની, ફકીરમામદ ઇબ્રાહિમ, સિદીક,
સતાર ઇબ્રાહિમના ભાભી, ડો. નિઝામ સાલેમામદ (નાના
કપાયા), શબ્બીરના બહેન, સાજન દાઉદ,
હાજી અ. રહીમના ભત્રીજી તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-3-2025ના ગુરુવારે સવારે 8.30થી 9.30 તુર્ક જમાતખાના, ધ્રબ ખાતે.
રોહા-સુમરી (તા. નખત્રાણા) : હાલે સુખપર (રોહા)ના રસીલાબા અરવિંદભા
રાઠોડ (ઉ.વ. 55) તે અરવિંદભા મૂળજીભા રાઠોડના
પત્ની, સ્વ. મૂળજીભા વેલજીભા રાઠોડના પુત્રવધૂ,
સ્વ. લધાજી છગનજી ભટ્ટી (નાના આસંબિયા)ના પુત્રી, જિજ્ઞાબા, હિરેન્દ્રસિંહ, અંકિતાબાના
માતા, દીપેશસિંહ વાઘેલા, મિતરાજસિંહ જાડેજાના
સાસુ તા. 17-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-3-2025ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન
સુખપર (રોહા) ખાતે.
ઘડાણી (તા. નખત્રાણા) : માહેશ્વરી બચુબેન માવજી નવધરે (ઉ.વ.
93) તે હરીશ, મોહન, દીપક, લાલજી, ઝવેરબેન (મોરબી), નર્મદાબેન
(નલિયા), ગીતાબેન (તેરા)ના માતા, ગોપાલજી
મનજી મલ્લ (મેઘપર)ના પુત્રી તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-3-2025ના સાંજે 4થી 5 માહેશ્વરી સમાજવાડી, ઘડાણી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ચંદ્રનગર (તા. નખત્રાણા) : ભાટ્ટી ભૂરજી (ઉ.વ. 64) તે સ્વ. મલજી લખજીના નાના પુત્ર, વિશાજીના ભાઇ, દિલીપસિંહના
પિતા, ભેરજી તથા સાંગાજીના પિતરાઇ ભાઇ, રણછોડસિંહ, રાજેન્દ્રસિંહ, ઇન્દ્રસિંહના
કાકા, સ્વ. મહાસિંહ ભીમજી સોઢા (ઝુરા કેમ્પ)ના જમાઇ તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ
તા. 25-3-2025ના મંગળવારે નિવાસસ્થાન ચંદ્રનગર
ખાતે.
દયાપર (તા. લખપત) : મૂળ આશાપરના ચૌહાણ પદમબા શિવરાજજી (ઉ.વ.
94) તે ચૌહાણ થાનાજી, રૂપસંગજી, કરણસિંહ,
ચતુરસિંહ, નોઘણજીના માતા, ચૌહાણ લધુજી સ્વરૂપાજીના ભાભી, ચૌહાણ દેવાજી ગોડજી,
ચૌહાણ ગેમરસિંહ રાણસિંહના મોટીમા તા. 16-3-2025ના અવસાન પામ્યા છે. તા. 23-3-2025ના આગરીની રાત તથા તા. 24-3-2025ના ઘડાઢોળ (બારસ) દયાપર નિવાસસ્થાને
અને લોહાણા મહાજનવાડીમાં.
રવા (તા. અબડાસા) : કુંભાર હલીમાબાઇ ઇબ્રાહિમ (ઉ.વ. 92) તે અલીમામદ, દાઉદ, તૈયબ, રમજાનના માતા, હાજી જાફર જુમા (વાયોર)ના ભાભી,
મ. સુમાર ઉમર, મ. હાજી કાસમ ઉમરના બહેન તા. 13-3-2025ના અવસાન પામ્યા છે.
રાજકોટ : મૂળ જંગીના મચ્છુ કઠિયા સઇ સુથાર અશ્વિનભાઇ દામજીભાઇ
સોલંકી તે સ્વ. જીવતીબેન તેમજ સ્વ. દામજીભાઇ લખુભાઇ સોલંકીના પુત્ર, સ્વ. હિનાબેન અને રંજનબેનના પતિ, રમેશભાઇ, ભાવનાબેનના ભાઇ, સ્વ.
શાંતિભાઇ કુરજીભાઇ પીઠડિયાના જમાઇ, વિજયાબેનના દિયર, સચિનભાઇ, જ્યોતિબેનના પિતા, અલ્પાબેન
તથા નયનકુમાર (મુંદરા)ના સસરા, ધર્મેશભાઇ, વિજયભાઇ, ભરતભાઇના કાકા, હિનાબેન,
ભારતીબેન, લતાબેનના કાકા સસરા, સ્વાતિ, નિધિ, પાર્થ, કરન, હર્ષ, માનસી, વિધિ, સાક્ષીના દાદા, દિવ્યમ અને
હરદિત્યના નાના તા. 17-3-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 20-3-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ગુરુજોદર પહેલો માળ, 8-ગાયકવાડી પ્લોટ, નંદકિશોર હોલની બાજુમાં, રાજકોટ ખાતે.
મુંબઇ/માંડવી : કચ્છી ભાટિયા સપના (તારા) (ઉ.વ. 74) તે સુરેશ જેરામ વેદ (જેઠા સામજીવાળા)ના
પત્ની, માધવી ઉદય કાપડિયા, ભારગેશના
માતા, મિશ્રીના નાની, સ્વ. શિવજી વાલજી
ટોપરાણી (માંડવી)ના પુત્રી, વિજયસિંહ, તરુણ,
સ્વ. મંજુલાના બહેન તા. 16-3-2025ના મુંબઇ-બોરીવલીમાં અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)