• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ નાગોરના કાન્તાબેન પ્રેમજી હડિયા (ઉ.વ. 67) તે સ્વ. પ્રેમજી પ્રાગજી હડિયાના પત્ની, રાજેશ, દીપક, દિલીપ (પૂર્વ નગરસેવક)ના માતા, રમીલા, દીપ્તિ, અપેક્ષાના સાસુ, સ્વ. શામજી પ્રાગજી હડિયા, કાન્તા માવજી હડિયા, રંજન ગાંગજી હડિયા, મધુ વિનોદ હડિયાના ભાભી, વનિતા શરદ હડિયા, સ્વ. કિશન ગાંગજી હડિયાના કાકી, ધારા, પલન, વૃદ્ધિ, પ્રિસા, અખિલેશ, નવ્યાના દાદી, ઇન્દુબેન ભૈયાલાલ (નાગપુર)ના પુત્રી તા. 25-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-11-2024ના ગુરુવારે બપોરે 3થી 4.30 ભાનુશાલી સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : નસરુદ્દીન ઇસુફઅલી ખોજા (ઉ.વ. 76) તે રસીદાબેનના પતિ, શમ્સુદ્દીન, શાહિસ્તાના પિતા, જાહિદભાઇ એ. સવાણી (મોરબી), અલ્પાબેનના સસરા, આર્યનના દાદા, સકરબેન (મુંબઇ), હુશેનભાઇ અવાડિયા, કામડિયા સાહેબ રમજાનઅલી અવાડિયા (નાગલપુર)ના બનેવી તા. 25-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26-11-2024ના મંગળવારે સાંજે 4થી 5 ખોજા જમાતખાના, વેગડ હોસ્પિટલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : ધનારામ નારૂજી (ઉ.વ. 64) તે નારૂજી બળદેવજીના પુત્ર, ફૂલચંદ અને કંચનના ભાઇ, શારદાબેનના પતિ, કનૈયાલાલ અને રમેશના પિતા, સરોજબેન અને સીતાબેનના સસરા, કોમલબેન, તનુ, રોનક, રોહિત, કૌશિકના દાદા તા. 17-11-2024ના અવસાન પામ્યા છે. બારમાની વિધિ તા. 28-11-2024ના નિવાસસ્થાને જનતાનગરી પીરવાળી શેરી, મેન્ટલ હોસ્પિટલ પાછળ.

ભુજ : ગં.સ્વ. ચંદ્રાબેન ચમનલાલ શાહ (ઉ.વ. 82) તે સ્વ. ચમનલાલ પ્રેમચંદ શાહના પત્ની, સ્વ. ઝવેરબેન પ્રેમચંદ શાહના પુત્રવધૂ, સ્વ. મણિબેન ચત્રભુજ ગાંધી (અંજાર)ના પુત્રી, સ્વ. પ્રફુલ્લભાઇ (હોટેલવાળા), સ્વ. લીલાવંતીબેન મગનલાલ સંઘવી (માંડવી), સ્વ. માનવંતીબેન રમેશચંદ્ર શાહ (અંજાર), સ્વ. ધનવંતીબેન તનસુખલાલ સંઘવી (માંડવી), ગં.સ્વ. ક્રિષ્નાબેન પ્રદીપકુમાર સંઘવી (ચાલીસગામ)ના ભાભી, સ્વ. રેખાબેનના જેઠાણી, સ્વ. ગુણવંતીબેન રવિલાલ મહેતા (અંજાર), સ્વ. ભાગવંતીબેન પ્રવીણભાઇ ઝવેરીના બહેન, આનંદ, સ્વ. ભદ્રેશ, સ્મિતના મામી, રેખાબેનના મામીજી, યશ્વીના દાદી તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-11-2024ના બુધવારે સાંજે 4થી 5 જૈન ગુર્જરવાડી (જૈન વંડો), ભુજ ખાતે.

અંજાર : ધર્મેશભાઇ હરસુખલાલ સાયતા (ઠક્કર) (ઉ.વ. 50) તે ગં.સ્વ. તારાબેન હરસુખલાલ સાયતાના પુત્ર, ગં.સ્વ. ગીતાબેનના પતિ, ચિંતન અને જિજ્ઞેશના પિતા, ગં.સ્વ. લક્ષ્મીબેન મોતીનાથના જમાઇ, હંસાબેન (રાજકોટ), ભરતભાઇ, ધર્મિષ્ઠાબેન, ચંદ્રિકાબેન (ભચાઉ)ના ભાઇ, હાર્દિક, સ્વાતિ, ધવલના કાકા તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-11-2024ના મંગળવારે સાંજે 4થી 5 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

અંજાર : રાયમા અ. રજાક (ઉ.વ. 55) તે મ. જાનમામદ ઉમરના પુત્ર, મુસ્તાકના ભાઇ, રફીક અબ્દુલ્લાહ તથા ગુલામના કાકાઇ ભાઇ, મામદ ઓસમાણના ભાણેજ તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-11-2024ના ગુરુવારે સવારે 10.30થી 11.30 તુરિયા મસ્જિદ, તુરિયાવાડ, અંજાર ખાતે.

મુંદરા : પ્રભુલાલ શિવજી મકવાણા (વાલ્મીકિ) (ઉ.વ. 59) તે વિજયાબેનના પતિ, સ્વ. મોંઘીબેન શિવજીભાઇના પુત્ર, રોહિત, સમીરના પિતા, ચેતનાબેન, પૂજાબેનના સસરા, તુલસીભાઇ પરમાર (ગાંધીધામ)ના વેવાઇ, દેવાંશી, નવ્યા, હર્ષિવના દાદા, શાંતિલાલ (મુંદરા), સ્વ. માવજીભાઇ (ભુજ), હનુબેન (માંડવી), જનકબેન (મુંદરા), જ્યોત્સનાબેન (મુંબઇ)ના ભાઇ તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-11-2024ના બુધવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, મુંદરા ખાતે.

ભચાઉ : મૂળ રાપરના ગં.સ્વ. ગોદાવરીબેન ખીમજીભાઇ ભીંડે (ઉ.વ. 92) તે ખીમજીભાઇ પોપટલાલ ભીંડેના પત્ની, સ્વ. ભૂરાલાલ પોપટલાલ ભીંડેના નાના ભાઇના પત્ની, ફૂલચંદ રતનશી ચંદે (ઉમૈયા)ના પુત્રી, હરિલાલ (ભચાઉ), નટવરલાલ (ગાંધીધામ), સ્વ. શંકરલાલ, ઇશ્વરલાલ (ગાંધીધામ), જશોદાબેન નરભેરામ સેજપાલ (મુંદરા), દમયંતીબેન કાંતિલાલ તન્ના (અમદાવાદ), અનસૂયાબેન મહેન્દ્રકુમાર તન્ના (સુરત)ના માતા, સ્વ. મૂળજીભાઇ ફૂલચંદ ચંદે, કાંતિલાલ ફૂલચંદ ચંદે (ઉમૈયા), દિનેશકુમાર પીતાંબર ચંદે (કુંદરોડી), સ્વ. ગંગાબેન ચીમનલાલ મિરાણી (રાપર), કાંતાબેન મહાદેવલાલ રાજદે (દિયોદર), ગવરીબેન બાબુલાલ નાથાણી (ચરાડવા)ના બહેન, ભરત, ગિરીશ, જિગર, જિજ્ઞેશ, જતિન, ઉષા, કિંજલ, કૃપાલી, કોમલ, હિરલ, જેમિનના દાદી, પલ, વૃત્તિ, સોનિયા, વિહાય, પ્રિયશ, પ્રહાલના પરદાદી, હીરાબેન પ્રેમજીભાઇ સોમેશ્વર (ગાંધીધામ), કમુબેન મગનલાલ પૂજારા (રાપર), ચતુરીબેન રતિલાલ કારિયા (આદિપુર), શાંતાબેન ભરતભાઇ સોમેશ્વર (અંજાર), હંસાબેન કરશનભાઇ કોટલ (રક્ષમલપુર), મંછીબેન બાબુલાલ રાજદે (રાપર)ના કાકી તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-11-2024ના ગુરુવારે સાંજે 4થી 5 ભચાઉ લોહાણા મહાજનવાડી ખાતે.

કુરબઇ (તા. ભુજ) : હાલે લંડન જેન્તીલાલ દેવજી ભાવાણી (ઉ.વ. 74) તે અમૃતબેનના પતિ, સ્વ. રમણીકલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. પ્રેમિલાબેન (જિયાપર), મંજુબેન (નાના અંગિયા), જયાબેન (ઘાટકોપર)ના ભાઇ, કોમલ, રોનકના પિતા, જગદીશ, શકુંતલાબેન, મીનાબેન (લંડન), મહેશના કાકા, સ્વ. કાન્તાબેન ભીમજી અબજી ભગત (ભેરૈયા હાલે દાદર-મુંબઇ)ના જમાઇ તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-11-2024ના સવારે 9થી 11 નિવાસસ્થાને મહેશ અમૃતલાલ ભાવાણી, દેશલપર (વાંઢાય), તા. ભુજ ખાતે.

ભારાપર (તા. ભુજ) : થેબા ઉંમર સિદ્દિક (લુણીવાળા) (ઉ.વ. 70) તે આમદ અને ઇબ્રાહિમના ભાઈ અબ્દુલ અને રિઝવાનના મોટાબાપા તા. 25-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-11-2024ના ગુરુવારે સવારે 10થી 11 તયબાહ મસ્જિદ કંપાઉન્ડ, રેહા રોડ, ભારાપર (તા. ભુજ) ખાતે.

રતનાલ (તા. અંજાર) : ડાઇબાઇ રામજી માતંગ (ઉ.વ. 70) તે રામજી મીઠુના પત્ની, લાલજી, મેગજી, ધનજી, લક્ષ્મીબેનના માતા, નારાણ વાલજીના સાસુ તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 28-11-2024ના, તા. 29-11-2024ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન રતનાલ ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : જયાબેન (ઉ.વ. 64) તે સ્વ. મણિબાઇ પરષોત્તમ રાયચનાના પુત્રી, સ્વ. કેશવજી, રતનશી, રમેશ, ચંદુલાલ, હરેશ, ગં.સ્વ. કાન્તાબેન નરભેરામ, હેમલતાબેન મનજી વિરાણી, નયનાબેન નવીનચંદ્ર, જ્યોતિબેન જયંતીલાલના બહેન, વિકાસ, પીયૂષ, રોશનીના માતા તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની સાદડી તા. 28-11-2024ના ગુરુવારે બપોરે 3થી 5 દરિયાસ્થાન, મોટા ભાડિયા ખાતે.

કોડાય (તા. માંડવી) : મેમણ હાજિયાણી હાજરાબાઈ કાસમ (ઉ.વ. 77) તે મ. કાસમ હાજી સુલેમાનના પત્ની, મેમણ મ. બુઢ્ઢા જાનમોહંમદ (મેમણ વાંઢ)ના પુત્રી, અઝીમ, હાજી હમીદ, રસીદ, નદીમના માતા, વસીમ, રમીઝના દાદી, મેમણ અબ્દુલ રઝાક અબ્દુલ કાદીર (ઝુરા), મેમણ હારૂન ઇલિયાસ (મુંદરા)ના સાસુ, મેમણ સાહેદ અબ્દુલ શકુર (માંડવી), મેમણ અકબરઅલી ફકીરમામદ (માંડવી), મેમણ સાકીર અબ્દુલ શકુર (માંડવી)ના દાદીસાસુ તા. 25-11-2024ના અવસાન પામ્યા છે. તા. 27-11-2024ના બુધવારે બહેનો માટે કુર્આન  ખ્વાની સવારે 10થી 11 સિંધી જમાતખાનામાં અને વાયેઝ- જિયારત તા. 27-11-2024ના બુધવારે સવારે 11થી 12 રબ્બાની મસ્જિદ, કોડાય ખાતે.

ડેપા (તા. મુંદરા) : ઝાલા પામબા ભૂરુભા (ઉ.વ. 70) તે ભૂરુભા મેઘરાજજીના પત્ની, ગુલાબસિંહ, જેઠુભા, લાલુભા, હરેશસિંહના માતા, રાણુભાના નાના ભાઇના પત્ની, ભગીરથસિંહ, દક્ષરાજસિંહના દાદી, મહિપતસિંહના કાકી, ભરતસિંહ, વિપુલસિંહ, રાજેન્દ્રસિંહના ભાભી, જાડેજા જીલુભા પ્રેમસંગજી (મોટા ભાડિયા)ના મોટા બહેન, ગુલાબસિંહ (કોકલિયા), જાડેજા રઘુવીરસિંહ (વરસામેડી)ના સાસુ તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-11-2024થી 29-11-2024 સુધી તથા ઉત્તરક્રિયા તા. 5-12-2024ના ગુરુવારે નિવાસસ્થાન ડેપા ખાતે.

સાડાઉ (તા. મુંદરા) : લક્ષ્મીચંદ પ્રેમજી દના ગાલા (ઉ.વ. 75) તે મણિબેન પ્રેમજી દના ગાલાના પુત્ર, સ્વ. અતુલના પિતા, વૈશાલીના સસરા, નાનજીભાઇ, મંજુલાબેન, મનસુખભાઇ, હંસાબેનના ભાઇ તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-11-2024ના મંગળવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન સાડાઉ ખાતે.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : મુરીબા સામત સગજી સોલંકી  (ઉ.વ. 82) તે સ્વ. ભીખુભા વાગજી સોલંકી, વીરમજી વાગજી, રાસુભા વાગજી, રાહેબજી વાગજીના કાકી, સ્વ. પ્રતાપાસિંહ ભૂરૂભા જાડેજા, સ્વ. રણજિતાસિંહ બચુભા જાડેજા, અનિરુદ્ધસિંહ નથુજી જાડેજા, સ્વ. રાજેન્દ્રાસિંહ બચુભા જાડેજા, મહેન્દ્રાસિંહ ચંદુભા જાડેજાના સાસુ તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. દસાવો તા. 29-11-2024ના શુક્રવારે, બારમું તા. 5-12-2024ના ગુરુવારે નિવાસસ્થાને.

કુંદરોડી (તા. મુંદરા) : હાલેપોત્રા હારૂન વલીમામદ (ઉ.વ. 59) તે હુશેન વલીમામદ, રજાક વલીમામદ, મ. અબ્બાસ વલીમામદના ભાઇ, સતાર અને મજીદના પિતા, આમદ હાજી (સાડાઉ)ના જમાઇ, રફીક લતીફ (માનકૂવા)ના સસરા તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-11-2024ના બુધવારે સવારે 10થી 11.

ખીરસરા-વિંઝાણ (તા. અબડાસા) : મહેશ્વરી પ્રેમજીભાઇ ફફલ (ઉ.વ. 53) તે ભાણબાઇ રવજીભાઇ ખીમરાજભાઇના પુત્ર, મીઠુભાઇ, બુધ્ધિયાભાઇ, ખીમજીભાઇ, રાણબાઇ જેઠાભાઇ હિંગણા (કોકલિયા), લખુબાઇ લાલજીભાઇ જેપાર (રોહા-સુમરી), લીલુબાઇ પ્રેમજીભાઇ આયડી (માધાપર-ભુજ), રતનબાઇ ગાંગજીભાઇ જેપાર (રોહા-સુમરી), કેસરબાઇ ગાંગજીભાઇ ડગરા (સણોસરા)ના ભાઇ, અરવિંદ, સચિનભાઇ, દિનેશભાઇ, ગીતાબેન નરેશભાઇ બુચિયા (નલિયા), સોનાબેન દીપકભાઇ જેપાર (રોહા-સુમરી), રાધાબેનના પિતા, વેરશીભાઇ સિંચ (કોટડા-રોહા)ના જમાઇ, મગનભાઇ, વિનેશભાઇ, ખીમજીભાઇના બનેવી તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન ખીરસરા ખાતે.

ઉસ્તિયા (તા. અબડાસા) : જાડેજા વિજેરાજજી હમીરજી (ઉ.વ. 54) તે જાડેજા ચેતનાસિંહ અને દિલીપાસિંહના પિતા, વેલુભા અને દેવુભાના નાના ભાઈ તા. 24-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ઉસ્તિયા (તા. અબડાસા) ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang