• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ વાંકાનેરના પ્રવીણભાઇ ભવાનીશંકર કચાવા (ઉ.વ. 84) તે ચંદનબેનના પતિ, સ્વ. વિજયભાઇ, અજયસિંહ, જયવંદનાબેન, વર્ષાબેન, અનુપમાબેનના પિતા, તેજલબાના સસરા, નંદિનીબા, કિંજલબા, સોહમસિંહના દાદા, સ્વ. હરિલાલભાઇ, સ્વ. પ્રતાપભાઇ (વાંકાનેર), રમેશભાઇ (ભચાઉ)ના ભાઇ, હંસરાજભાઇ, લલિતભાઇ, મુકેશભાઇ, મહેશભાઇ, અતુલભાઇ, રાજુભાઇના કાકા, પિનાકીનભાઇ, કપિલભાઇના મોટાબાપુ તા. 24-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-10-2024ના સાંજે 5થી 6 માધેશ્વર મહાદેવ મંદિર, રેવન્યૂ કોલોની, ભુજ ખાતે.

ભુજ : વડનગરા નાગર ધર્મિષ્ઠાબેન (ઉ.વ. 80) તે સ્વ. બિપીનભાઇ શિવલાલ ધોળકીયા (નિવૃત્ત આકાશવાણી)ના પત્ની, અર્ચના નિશીથભાઇ માંકડ, વીમા ઉદયભાઇ કિકાણી, કાજલ સંજયભાઇ ઠક્કરના માતા તા. 25-10-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 26-10-2024ના શનિવારે સવારે 8.30 કલાકે નિવાસસ્થાન 395-નવી ઉમેદનગર કોલોની, ભુજથી સ્વર્ગ પ્રયાણધામ જશે.

ભુજ : રાજગોર રાધાબેન બાવા (ઉ.વ. 65) તે ભરતભાઇ કાનજી બાવાના પત્ની, મેહુલ, નિખિલ, ભાવિકા સંદિપભાઇ માકાણીના માતા, પારૂલબેન, એન્જલબેન, સંદિપભાઇ માકાણીના સાસુ, સ્વ. મીઠાબાઇ કાનજી બાવાના પુત્રવધૂ, દેવમ, આરાધ્યા, શિવાયના દાદી, ઉન્નતી, મલયના નાની, સ્વ. ઝવેરબેન લક્ષ્મીશંકર બાવાના દેરાણી, સ્વ. રશ્મિબેન ઝવેરલાલ બાવા, આશાબેન જેન્તીલાલ ભાવાના જેઠાણી, સ્વ. નબુબેન, સ્વ. ભાગ્યવંતીબેનના ભાભી, સ્વ. ઝવેરબેન દયારામ કરશનજી મોતા (બાગ)ના પુત્રી, મનસુખલાલ, હિંમતલાલ, પ્રતાપભાઇ, શાંતિલાલ, રમીલાબેન, મધુબેનના બહેન તા. 24-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-10- 2024ના સાંજે 4.50થી 6 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, સરપટ ગેટ ખાતે તથા માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 26-10-2024ના બપોરે 2થી 4 બાગ રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

ગાંધીધામ : રસીલાબેન (ઉ.વ. 84) તે  રમેશચંદ્ર દેવજીભાઈ જેઠી (નિવૃત્ત જે.એમ.સી. જામનગર)ના પત્ની, સ્વ. જીવીબેન ચુનીલાલ જેઠી (ભુજ)ના પુત્રી, બકુલભાઈ (નિવૃત્ત જે.એમ.સી. જામનગર), મુકેશભાઈ (ગાંધીધામ), પ્રશાંતભાઈ (જામનગર), ભાવનાબેન (ગાંધીધામ પીએનબી)ના માતા, સીમાબેન, ફોરમબેન, ભૂમિકાના સાસુ, ભાવિક, અવિક, રૂષિક, અર્પીત, સાહિલ, મલયના દાદી, યેશાના નાની, ખુશ્બૂના દાદીસાસુ, યુગના પરદાદી, ધૈર્ય અને હિયાના પરનાની, સ્વ. ધરમશીભાઈ, સ્વ. વિશનજીભાઈ, સ્વ. પશીબેન, સ્વ. હીરાબેન, સ્વ. ઝવેરબેન, સ્વ. દામુબેન, સ્વ. દમયંતીબેનના બહેન, કપિલાબેન કરસનદાસ, સ્વ. સરજૂબેન ગાવિંદભાઈ (જામનગર)ના નાના ભાઈના પત્ની, સ્વ. હીરાબેનના ભાભી, હેમંત, હરિ, મહેશ, નરેન્દ્ર, સ્વ. પરાગ, સ્વ. ઉષાબેન, સ્વ. મૃદુલાબેન નીલેશ, ભારતી, નયના, હર્ષા, રંજન, વર્ષા, કલ્પનાના કાકી, સ્વ. હરેશ, સ્વ. જ્યોતિ, મંજુલા, આરતીના મામી, સ્વ. હરજીવનભાઈ, હસમુખભાઈ પ્રફુલ્લભાઈ, રામ પ્રતાપભાઈના વેવાણ તા. 24-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-10-2024ના શનિવારે સાંજે 4થી 5 અંબાજી મંદિર સેકટર-4 (ઓસ્લો) ગાંધીધામ ખાતે.

અંજાર : હભુભાઇ જુમાભાઇ ગઢવી (સુમણિયા) તે સ્વ. આલાભાઇ, દેવરાજભાઇ, ધનબાઇબેન, હાંસબાઇબેનના પિતા, માણસીભાઇના કાકા, મેઘબાઇબેનના પતિ, નાગશીભાઇ, વિશ્રામભાઇ, ગોપાલભાઇના મામા, ભીખાભાઇ, નારાણભાઇના બનેવી, રામ લખમણના સસરા અવસાન પામ્યા છે. સાદડી તા. 27-10-2024ના નિવાસસ્થાને પ્લોટ નં. 74, ભોલેનાથ નગર, દબડા વિસ્તાર, અંજાર ખાતે તથા પાણીવાર તા. 4-11-2024ના નિવાસસ્થાને.

માધાપર (તા. ભુજ) : મૂળ ભુજોડીના રંજનબેન (વેલુબેન) તે સ્વ. જેઠીગર મોતીગરના પત્ની, સ્વ. ગોમતીબેન શાંતિકંથડ (મનફરા)ના પુત્રી, સ્વ. વલમગર, કાશીગર, ધનુબેન, હીરાબેનના ભાઇના પત્ની, સ્વ. મનસુખકંથડ તથા સ્વ. ધનગૌરીબેનના મોટા બહેન, સ્વ. મહેશગર, કોમલબેન, અંજલિબેન, ગવરીગરના માતા, જશવંતગિરિ (સાંભરાઇ), વિનોદપુરી (ભુજ), કલ્પનાબેનના સાસુ તા. 25-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-10-2024ના સોમવારે સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે.

વાડા (તા. માંડવી) : નારેજા અ.રજાક મામદ (ગોવાર) (ઉ.વ. 55) તે હાજી આદમ, અદ્રેમાનના ભાઇ, અ.કાદરના પિતા, ચવાણ ઈશાક અબ્દુલાહ (ડોણ)ના સાળા, સાડ ઈસ્માઈલ સુમાર (રતડિયા)નાં બનેવી, ભટ્ટી ઇમરાન ઈબ્રાહિમ (સલાયા)ના સસરા તા. 25-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-10-2024ના રવિવારે 10થી 11 મસ્જીદે રબ્બાની, વાડા ખાતે.

બાગ (તા. માંડવી) : ગૌરીશંકર મોતા (ઉ.વ. 75) તે સ્વ. નાનબાઈ હીરજી જખુ મોતાના પુત્ર, મંજુલાબેનના પતિ, જ્યોતિ, કૈલાશ, સ્વ. મહેશના પિતા, સતીષલાલ મીઠુભાઈ નાગુ અને રાધાબેનના સસરા, ડો. વિશાલ, રીના, દર્શનના દાદા, પરેશ, કોમલ, ભક્તિના નાના, સ્વ. મણિબેન મંગલદાસ વ્યાસ, સ્વ. લીલાવતીબેન મુરજી શિણાઈ, સ્વ. લાલજી, દામજી, સ્વ. મુરજી, મોહનલાલ, ભગવાનજીના ભાઈ, જશુબેનના દિયર, નીમુબેન, નિર્મળાબેન, ગોદાવરીબેન, ચંદ્રિકાબેનના જેઠ, વસંત, અનિલ, વિનોદ, ભાઈલાલ, અશ્વિન, દીપક, હસમુખ, અરાવિંદ, રાજેશ, હિતેષ, અંકિત, ભાવિન, રાહુલ, વિશાલ, રાહુલના કાકા, સ્વ. કુંવરબાઈ દયારામ સુંદરજી શિણાઈ (બિદડા)ના જમાઈ, સ્વ. ભચીબાઈ, મણિબેન, સ્વ. નારાણજી, કાનજી, સ્વ. શામજી, ભવાનજી, દામજી, નાનજી, નવીન, સ્વ. હરેશના બનેવી તા. 24-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-10-2024ના શનિવારે બપોરે 2થી 5 બાગ રાજગોર સમાજવાડી ખાતે તથા સાસરા પક્ષની પ્રાર્થનાસભા બપોરે 2થી 4 ગૌતમનગર, વિરાવાડી, બિદડા ખાતે.

ટપ્પર-સોનારાવાળી (તા. મુંદરા) : હાલે ભુજ જાડેજા ધરમબા પ્રવીણસિંહ (ઉ.વ.67) તે પ્રવીણાસિંહ ગનુભાના પત્ની, સ્વ. રઘુવિરસિંહ (અંજાર), સ્વ. હઠુભા, મહેન્દ્રસિંહ (ભુજ),  વિનોદસિંહ (પૂર્વ સરપંચ, ટપ્પર), જયેન્દ્રસિંહ પ્રવીણસિંહના  ભાભી, જયેન્દ્રસિહના માતા, હરદીપસિંહ રઘુવિરસિંહ (અંજાર), બલભદ્રસિંહ હઠુભા (ટપ્પર), અર્જુનસિંહ વિનોદસિંહ (ભુજ), સિદ્ધરાજસિહ મહેન્દ્રસિંહ (ભુજ)ના મોટા ભાભુ તા. 23-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-10થી તા. 28-10 સોમવાર સુધી ક્ષત્રિય સમાજવાડી, ટપ્પર ખાતે. ઉત્તરક્રિયા તા. 29-10-2024ના મંગળવારે ટપ્પર ખાતે.

નખત્રાણા (નવાવાસ) : હાલે માધાપર (ભુજ) પ્રતિકકુમાર તુલસીદાસ નાથાણી (ઉ.વ. 76) તે તુલસીદાસ ગંગદાસ નાથાણીના પુત્ર, ભરતભાઇ, પુષ્પાબેન (મોરબી), આશિષ (થાણા)ના ભત્રીજા, પ્રેમજી રતનશી તથા ગંગદાસ રતનશી નાથાણીના પૌત્ર, ચંદુલાલ જીવરાજ છાભૈયા, કરમશી જીવરાજ છાભૈયા (પાલનપુર બાડી)ના દોહિત્ર, નયનભાઇ, સુરેશભાઇ, યોગેશભાઇ, નયનાબેન, પ્રવીણાબેન, રંજનબેનના ભાણેજ, સ્નેહાબેન, માનસીબેન (ગઢશીશા), હેતવીબેન, સંસ્કૃતિબેન, દૈવિક, રિસોવના ભાઇ તા. 24-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26-10 અને 27-10ના સવારે 8.30થી 10 અને બપોરે 3.30થી 5 નિવાસસ્થાન `દેવરત્ન' નવાવાસ, નખત્રાણા ખાતે અને તા. 28-10-2024ના સાંજે 4થી 5 યક્ષ મંદિર, માધાપર ખાતે.

સાડાઉ (તા. મુંદરા) : સાંધ હાજિયાણી હવાબાધ અબ્દુલ્લા (ઉ.વ. 82) તે મ. અબ્દુલ્લા સિધિકના પત્ની, દાઉદ, જુસબ, હારૂનના માતા, મ. ઓસમાણ, હાજી ઇબ્રાહિમના ભાભી, અદ્રેમાન, હાસમ, મ. કાસમ, રમજાન, અબ્દુલ, જાકબના બહેન, ઇમરાન, અમજત, મ. રહેમતુલ્લાના માસી, સલીમ, રિઝવાન, આશિફ, રજાક, નવાઝ, આરીફ, અકબર, અશરફ, મોસીન, સોયબ, ઇકબાલ, મ. મુસ્તાકના ફઇ તા. 24-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-10-2024ના રવિવારે સવારે 10થી 11 ધવર વાડી ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : મૂળ મોટી વિરાણીના કચ્છી માહેશ્વરી ઝારોળા વણિક ચેતનકુમાર (ઉ.વ. 47) તે હીરાગૌરીબેન પ્રભુરામના પુત્ર, સ્વ. જશોદાબેન દેવજી ઉમરશી શેઠના પૌત્ર, બિપીન, રીટાબેન સંદિપભાઇ સારડા (દયાપર)ના ભાઇ, સ્વ. મહેશભાઇ, સ્વ. જયેશભાઇ, નરેશભાઇ (મોટી વિરાણી), સ્વ. રાજેશભાઇ, રમેશભાઇ (નખત્રાણા), રાજુલ (સુરત), રાજેશ, અજય (ભુજ), ઇન્દુબેન (અમદાવાદ), માલતીબેન, ગીતાબેન, પલ્લવીબેન, રીટાબેન (ભુજ), દક્ષાબેન (પનવેલ), બીનાબેન (સુરત), શર્મિલાબેન (નખત્રાણા)ના કાકાઇ ભાઇ, સ્વ. જમનાદાસ ગોપાલજી માડણ (ઘડુલી)ના દોહિત્ર, રમેશભાઇ, હરિલાલ, તુલસીદાસ (ભુજ), મંજુલાબેન (દોલતપર)ના ભાણેજ તા. 25-10-2024ના અવસાન પામ્યા છે. માવિત્ર તથા નાનાણા બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-10-2024ના રવિવારે સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી (નાની), બજાર ચોક, જૂનાવાસ, કોટડા (જ.) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

કોટડા-જ. (તા. નખત્રાણા) : નારાણભાઇ લિંબાણી (ઉ.વ. 62) તે સ્વ. હરજીભાઇ લાલજી લિંબાણીના પુત્ર, મગનભાઇના નાના ભાઇ, વનિતાબેનના પતિ, જિતેન્દ્ર, મુકેશના પિતા તા. 25-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10- 2024ના બપોરે 3થી 5 ઉમિયાધામ સમાજવાડી, કોટડા (જ.) ચોક ખાતે. (ઘરે સાદડી રાખેલ નથી)

વિગોડી (તા. નખત્રાણા) : કુંભાર અફસાનાબાનુ મજીદ (ઉ.વ. 22) તે અદ્રેમાન ઇસ્માઇલના પુત્રવધૂ, ઇસ્માઇલ, હાજી સાલેમામદ (રવાપર), ઇશાકના પૌત્રવધૂ, અયુબ, જુસબના ભત્રીજા વહુ, ઇબ્રાહિમ સાલેમામદ (નેત્રા)ના પુત્રી, અલીમામદ (નેત્રા)ના ભત્રીજી તા. 24-10-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 28-10-2024ના સોમવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ સમાજવાડી, વિગોડી ખાતે.

રાજકોટ : મૂળ વાંકાનેરના રાજેન્દ્રભાઇ રાઘવજીભાઇ ભટ્ટી તે જિતેન્દ્રભાઇ, વેદાંતભાઇના ભાઇ, કૃણાલભાઇના પિતા, નીલેશકુમારના સસરા તા. 24-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-10-2024ના શનિવારે સાંજે 4થી 6 સોમનાથ મહાદેવ મંદિર, ધોરાજી ગાઠિયાની બાજુની શેરી, ઉમિયા ચોક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang