• બુધવાર, 30 એપ્રિલ, 2025

ખુશહાલીનો વિરોધાભાસ

વેલબીઈંગ રિસર્ચ સેન્ટર, ઓકલેન્ડ યુનિવર્સિટી દ્વારા `વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ-2025' જાહેર કરવામાં આવ્યો છે. ખુશહાલ દેશોની હોડમાં સામેલ કરવામાં આવેલા 147 દેશમાં ભારતનું સ્થાન 118મું છે. રિપોર્ટ જોઈને કોઈને પણ હતોત્સાહિત કે દુ:ખી થવાની જરૂર નથી, પણ પ્રેરણા લેવી જોઈએ. ખુશહાલી માપવાના અલગ-અલગ માપદંડ હોઈ શકે છે. રિપોર્ટમાં પાકિસ્તાનને ભારતથી વધુ ખુશહાલ દેશ બતાવવામાં આવ્યો છે. પાકિસ્તાન આ સૂચિમાં 109મા સ્થાન પર છે. પાકિસ્તાનમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, મોંઘવારી, હિંસા અને આતંકવાદ છે, તેની સરખામણીમાં ભારત આ મુદ્દામાં ઘણો પાછળ છે, તેથી `ખુશહાલીનો રિપોર્ટ તૈયાર કરવામાં માપદંડનો જ દોષ છે.' ભારતના અન્ય પાડોશીઓમાં શ્રીલંકા 133મા, બાંગ્લાદેશ 134મા અને ચીન 68મા સ્થાન પર છે. અહીં એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, કોઈ પણ નાના દેશ માટે ખુશહાલ હોવું સરળ છે, જ્યારે મોટા દેશના પડકારો ઘણાં વધુ હોય છે, ચીન ખુશહાલ અને ઉદય પામતી મહાશક્તિ હોવાનો દાવો કરે છે, પણ તે દુનિયાના 50 સૌથી વધુ ખુશહાલ દેશોમાં સામેલ નથી. ચીન દુનિયાભરમાં થતી રમતોની સ્પર્ધાઓમાં ભાગ લેતું હોય છે અને ટોચની યાદીમાં રહેતું હોય છે. આમ છતાં તેનો સૌથી ખુશહાલ દેશોમાં સમાવેશ નથી. ખુશહાલી ફક્ત આર્થિક પ્રગતિના કારણે નહીં આવે, સામાજિક સ્તર પર ઝડપી વિકાસ આવશ્યક છે. આમ છતાં અમેરિકા 24મા સ્થાન પર છે. આશ્ચર્ય નથી, ફિનલેન્ડ ફરી સૌથી ખુશહાલ દેશ બન્યો છે, ત્યાર પછી ડેનમાર્ક અને આઈસલેન્ડનું સ્થાન છે. અફઘાનિસ્તાન ખુશહાલ દેશના સૌથી નીચા ક્રમાંકે દેખાય છે. યુદ્ધગ્રસ્ત દેશોની વાત કરીએ તો ઈઝરાયલ આઠમા, પેલેસ્ટાઈન 108 અને રશિયા 66મા અને યુક્રેન 111મા સ્થાને છે, જ્યારે ભારત વગર કોઈ યુદ્ધ કે વિનાશ છતાં દુ:ખી છે એવું રિપોર્ટનું કહેવું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ વિભિન્ન આંતરરાષ્ટ્રીય એજન્સીઓ ભારતના વિકાસદરથી આશા રાખીને બેઠી છે, પણ ખુશહાલીના મીટરમાં ભારતનો સ્કોર બોર્ડ, બુર્કિના, ફાઓ, બેનિન અને સોમાલિયા જેવા દેશોથી થોડો જ ઉપર છે. ચોંકાવનારી વાત એ છે કે, 2024ના રિપોર્ટમાં ભુતાન 79મા સ્થાને હતું, આ વેળા તેને સ્થાન જ નથી મળ્યું. એટલું જ નહીં, મધ્ય અમેરિકાનું રાષ્ટ્ર બ્રાઝિલ, જેને દુનિયામાં સર્વાધિક હત્યાદરવાળો દેશ માનવામાં આવે છે, ખુશહાલીના મીટરમાં અમેરિકાથી બરાબર નીચે પચીસમા સ્થાને છે. ત્યાંના લોકો આટલા ખુશ કેમ છે? ખુશહાલીના માપદંડ સૌના અલગ અલગ હોઈ શકે છે, પરંતુ એ માપદંડોને સામાન્ય બતાવી, એવો  સંશય પેદા કરવો કે લોકો જાણી જ ન શકે કે વાસ્તવિક ખુશહાલી શું છે

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd