રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જીવલેણ અને જોખમી પ્રદૂષણને નાથવાના
કોઇ પણ પ્રયાસ સફળ થતા કળાતા નથી તેવા સમયે સર્વોચ્ચ અદાલતે આ મામલે એકદમ કડક વલણ લીધું
છે. અદાલતે આ સમસ્યાના કાયમી ઉકેલની શોધની
અનિવાર્યતા પર ભાર મૂકવાની સાથોસાથ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, કડકાઇ માત્રથી જ
આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. દિવસો દિવસ જોખમી સ્તરને પાર કરતા રહેલા રાજધાનીના
વાયુ પ્રદૂષણની સામે હાલે ગ્રેપ ચાર પ્રકારનાં પગલાં અમલી છે. અદાલતે આ પગલાં હજી યથાવત્
રહેશે એવો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ અભય ઓક અને ન્યાયમૂર્તિ ઓગસ્ટિન જોર્જ મસીહની
બેંચે રાજધાનીની શાળાઓને ખોલવાના મુદ્દે સુનાવણી હાથ ધરતાં આવું કડક વલણ વ્યક્ત કર્યું
છે. અદાલતે દિલ્હીની શાળાઓ જલદીથી કઇ રીતે ખૂલી શકે એ અંગે અહેવાલ આપવા હવાની ગુણવત્તા
માટેના પંચને કહ્યંy છે. એમાં
કોઇ સવાલ નથી કે, સંબંધિત સરકારી તંત્રો આ સમસ્યાનો ઉકેલ શોધવામાં અત્યાર સુધી ભારે
નિષ્ફળ રહ્યા છે. આ ઓછું હોય તેમ પોતાની વિફળતાને
ઢાંકવા માટે આ તંત્ર બહાના બતાવી રહ્યાં છે. વળી વાયુ ગણવત્તા એટલે કે, એક્યુઆઇના આંકડા
છૂપાવવાના પણ પ્રયાસ થઇ રહ્યા છે. કેન્દ્રના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એવું બહાનું બતાવ્યું
છે કે, એક્યુઆઇ 500ને પાર થઇ જાય પછી તે જોખમી રહે છે. એટલે તે પછી જોખમ યથાવત્ રહે
ત્યાં સુધી આંકડા જાહેર કરવાની જરૂરત રહેતી નથી, પણ આ એક્યુઆઇ 800કે 1000ને આંબી જાય
અને જોખમ વધુ ઘેરું બને એ જાહેર કરવાની જરૂરત બોર્ડને જણાતી નથી એ સમાન્ય નાગરિકોની
કમનસીબી ગણી શકાય. પ્રદૂષણ સતત જીવલેણ બની રહ્યંy છે. દેશના દસ મહાનગરમાં રોજ થતા મૃત્યુમાંથી
સાત ટકા મોત ઝેરીલી હવાને લીધે થતા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે, તો
રાજધાની દિલ્હીમાં આ ટકાવારી 11.5 ટકા જેટલી છે. આ બધા વચ્ચે ચોંકાવનારી હકીકત એ છે
કે, જે શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ નિયત માપદંડો કરતા વધુ છે ત્યાં હવાને સ્વચ્છ રાખવા
માટે અપાતા આર્થિક ભંડોળનો પૂરો પૂરો ખર્ચ કરવાની જવાબદારી તંત્રો તસ્દી લેતા નથી.
કેન્દ્ર સરકાર જે ભંડોળ આપે છે તેમાંથી 60 ટકા જ ખર્ચાય છે. હવે જ્યારે સર્વોચ્ચ અદાલતે
કડક વલણ લીધું છે, ત્યારે ઉત્તર ભારતમાં દસ વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલનાં
વાહનોની ઉપર તવાઇ લવાઇ રહી છે. આખરે વહીવટ તંત્ર જાગ્યું છે વાત આવકાર્ય ગણી શકાય તેમ
છે. ખેરખર તો આગ લાગે ત્યારે કૂવો ખોદવાનાં વલણને બદલવાની ખાસ જરૂરત છે.