• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

ભુજમાં દાઉદી વ્હોરા સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લુકમાની લાયન્સ વિજેતા

ભુજ, તા. 26 : દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન (ર.અ.) અને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.)ની 80મી મિલાદની ઉજવણીના ભાગરૂપે તા. 23 અને 24 સપ્ટેમ્બરે દર વર્ષની જેમ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી. સમાજના આશાસ્પદ યુવાન અબ્બાસ તાહેરભાઇ ભાઇજીવાલાની 10મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મિત્રાંજલિરૂપે ભુજમાં તેમના મિત્રવર્તુળ દ્વારા આ આયોજન કરાયું હતું. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં યોજાયેલી અલમદાર ક્રિકેટ લીગમાં ભુજ, મુંદરા, માંડવી, સુરેન્દ્રનગર, મોરબી અને વાંકાનેર સહિત કુલ છ?ટીમે ભાગ લીધો હતો. બદરી ઇલેવન (મુંદરા), મ. રાજ ઇલેવન (મોરબી), રાજ ઇલેવન (સુરેન્દ્રનગર) અને લુકમાની લાયન્સ (વાંકાનેર)?સેમિફાઇનલમાં પ્રવેશી હતી, જેમાં ફાઇનલમાં રાજ ઇલેવન સામે લુકમાની લાયન્સ ટીમ વિજેતા થઇ હતી. સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખેલાડીઓને રિફ્રેશમેન્ટની આયોજકો દ્વારા વ્યવસ્થા કરાઇ હતી. આ ઉપરાંત સહકાર આપીને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. આ ટૂર્નામેન્ટનાં આયોજનને સફળ બનાવવા મહંમદ અબ્દેઅલી, અલી વેજલાણી, હુસેન વેજલાણી, મહંમદ યુસુફભાઇ, બુરહાન વેજલાણી, હુસેન હાલાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Janmadin Vishesh Purti

Panchang