• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

હોકીમાં સિંગાપોર સામે ભારતનો 16-1 ગોલથી જોરદાર વિજય

હાંગઝોઉ તા. 26 : એશિયન ગેમ્સમાં પુરુષ હોકીના આજના મેચમાં ભારતીય ટીમનો સિંગાપોર વિરુદ્ધ 16-1 ગોલથી જોરદાર વિજય થયો હતો. આ મેચમાં કપ્તાન હરમનપ્રિત સિંહે 4 ગોલ કર્યાં હતા. જયારે મનદીપ સિંહે ઉપરા ઉપરી ત્રણ ગોલ કરીને હેટ્રિક રચી હતી અને ભારતની મોટા અંતરથી જીત નિશ્ચિત કરી દીધી હતી. આ પહેલા ભારતીય ટીમનો ઉઝબેકિસ્તાન સામે 16-0થી વિજય થયો હતો. ભારત તરફથી કપ્તાન હરમનપ્રિત સિંઘે 24મી, 39મી, 40મી અને 42મી મિનિટે ગોલ કર્યાં હતા જ્યારે મનદીપ સિંઘે 12મી, 30મી અને પ1મી મિનિટે ગોલ કરીને હેટ્રિક રચી હતી. આ બે ખેલાડી સિવાય અભિષેક અને વરુણકુમારે 2-2 ગોલ કર્યાં હતા જ્યારે લલિતકુમાર ઉપાધ્યાય, ગુરજંત સિંઘ, વિવેક સાગર, મનપ્રિત સિંઘ અને શમશેર સિંઘે 1-1 ગોલ ફટકાર્યાં હતા. સિંગાપોર તરફથી એકમાત્ર ગોલ પ3મી મિનિટે મોહમ્મદ જકીએ કર્યો હતો.

Janmadin Vishesh Purti

Panchang