• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

વિશ્વ કપમાં કુલદીપ યાદવ ભારતનો છૂપો રુસ્તમ

મુંબઇ, તા.19: એશિયા કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલ ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ હાલ એક અલગ જ ફોર્મમાં છે અને આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. વિશ્વ કપમાં કુલદીપ ભારતીય ટીમનો છૂપો રુસ્તમ બની શકે છે. આથી ટીમ ઇન્ડિયા આ સ્પિનરને છૂપાવી અને જાળવી રાખવા હરસંભવ પ્રયાસ કરી રહ્યંy છે. આથી જ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી બે વન ડેની ટીમમાં તેને આરામ આપીને એક્સપોઝ ન કરવાની કોશિશ કરી છે. કુલદીપે એશિયા કપમાં 11.44ની સરેરાશથી 9 વિકેટ ઝડપી હતી. તેના નિયંત્રણ અને વિવિધતાની ઘણી પ્રશંસા થઇ હતી. આ વિશે ભારતીય કપ્તાન રોહિત શર્માએ કહ્યંy કે કુલદીપ એક એવો બોલર છે કે તેના માટે લય જાળવી રાખવી ઘણી મહત્વની વાત છે. અમે ઘણું વિચાર્યાં બાદ તેને વિશ્રામ આપવાનો નિર્ણય લીધો છે. તેની બોલિંગ સારી ચાલી રહી છે. અજીતે (મુખ્ય પસંદગીકાર અજીત અગરકર) પણ કહ્યંy છે કે અમે બીજા કેટલાક ખેલાડીઓને મોકા આપવા માંગીએ છીએ. વિશ્વ કપની અમારી ટીમના અમુક ખેલાડીને એશિયા કપમાં પણ ફક્ત એક મેચ રમવાનો મોકો મળ્યો હતો. રોહિતે વધુમાં જણાવ્યું કે અમે પાછલા દોઢ વર્ષથી કુલદીપ પર નજર રાખી રહ્યા છીએ. આથી અમે તેની વધુ એક્સપોઝ કરવા માગતા નથી. તે ઓસ્ટ્રેલિયા સામેના આખરી મેચમાં વાપસી કરશે. અમારા માટે આ યોગ્ય નિર્ણય એ છે કે બે મેચમાં તેને બહાર બેસાડવો. અમારી પાસે બે અભ્યાસ મેચ પણ છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું કે કુલદિપ વિશેષ કૌશલ ધરાવતો ખેલાડી છે. પ્રત્યેક ખેલાડી પર વિશ્વાસ મુકવો જરૂરી છે. તે ટીમના હુકમના એકકા પૈકીનો એક ખેલાડી છે.  તે જે કરી રહ્યો છું એથી અમે બધા ખુશ છીએ. હાલ તે જે પ્રકારના ફોર્મમાં છે તેથી ટીમ મેનેજમેન્ટ ઉત્સાહિત છે.

Janmadin Vishesh Purti

Panchang