• રવિવાર, 17 મે, 2026

બેંગલોર વિજયનાં લક્ષ્ય સાથે લખનૌ સામે મેદાને પડશે

લખનઉ, તા.6 : વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ગુજરાત ટાઇટન્સ સામે 4 વિકેટે આંચકારૂપ હાર મળી હતી. હવે લગભગ એક સપ્તાહના બ્રેક બાદ  આરસીબીના ખેલાડીઓ મેદાને પડશે. ગુરુવારે અહીંના ઇકાના સ્ટેડિયમ ખાતે તેની ટક્કર પોઇન્ટ ટેબલ પરની તળિયાની ટીમ લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ થશે. આ ટીમે વાનખેડે સ્ટેડિયમ પર 220 ઉપરનો સ્કોર ખડકયો હતો. છતાં અંતે તો હાર જ નસીબ થઇ હતી. જો કે એલએસજી માટે સારી વાત એ રહી હતી કે તેનો કેરેબિયન પાવર હિટિર્સ નિકોલસ પૂરન ફોર્મમાં પરત ફર્યો હતો. તેણે 8 છગ્ગા સાથે 21 દડામાં 63 રનની આતશી ઈનિંગ રમી હતી. લખનઉમાં કોહલીની ઝલક માટે ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આરસીબી માટે એક સપ્તાહનો વિશ્રામ જરૂરી હતો અને હવે અમારા ખેલાડી ફ્રેશ મૂડમાં છે તેવું કોચ એન્ડી ફલાવરનું માનવું છે. કોચને વિશ્વાસ છે કે તેની ટીમ ફરી વિજયક્રમ પર વાપસી કરી લેશે. જો કે તમેણે સ્પષ્ટ કર્યું કે હવે લખનઉ ટીમને હળવાશથી લઇ શકીએ નહીં. તે કયારે પણ બાઉન્સ બેક કરી શકે છે. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટસ માટે વધુ એક સીઝન ખરાબ ચાલી રહી છે. ટીમનો કપ્તાન ઋષભ પંત આઉટ ઓફ ફોર્મ છે.  તેના નબળા દેખાવની અસર પૂરી ટીમ પર પડી રહી છે. તેણે સીઝનમાં ફક્ત 204 રન કર્યા છે. મિચેલ માર્શ (26), એડન માર્કરમ (224) પણ અપેક્ષા અનુસાર ખરા ઉતર્યાં નથી. પ્રતિભાશાળી આયુષ બદોનીનું બેટ આ સીઝનમાં શાંત છે. એલએસજીનું જમા પાસું પ્રિન્સ યાદવની બોલિંગ છે. 

Panchang

dd