• રવિવાર, 17 મે, 2026

ક્લાસેનની અર્ધસદી; પંજાબની સળંગ ત્રીજી હાર

હૈદરાબાદ, તા. 6 : હેનરિક ક્લાસેન (69) અને ઇશાન કિશન (55)ની અર્ધસદીઓની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ 33 રને જીતી જતાં બુધવારે પંજાબ કિંગ્સને સળંગ ત્રીજી હાર ખમવી પડી હતી. 236નાં લક્ષ્ય સામે પંજાબ 202 રન સુધી સીમિત રહી હતી. અણનમ રહેલા કૂપર કોનોલી (107)ની શાનદાર સદી એળે ગઇ હતી. મેદાન પર ઊતરેલી કિંગ્સે પહેલા ચાર રનમાં બે સહિત 63 રનમાં ચાર વિકેટ ખોઇ દેતાં દબાણમાં આવી ગઇ હતી. કૂપરે કમાલની બેટિંગ કરતાં માત્ર 59 દડામાં અણનમ 107 રન ફટકારી દીધા હતા. અદ્ભુત રમત રમતાં કોનોલીએ સાત ચોગ્ગા, આઠ છગ્ગા મારી, 15 દડામાં જ 76 રન ઝૂડી દીધા હતા. સુકાની શ્રેયસ ઐય્યરે માત્ર પાંચ રનમાં વિકેટ ખોઇ દીધી હતી. માર્કસ સ્ટોઇનીસે 14 દડામાં 28, સૂર્યાંશે 17 દડામાં 22 રન કર્યા હતા, પરંતુ બાજી જીતાડવા જેટલું રમી શક્યા નહોતા.આફ્રિકી રનમશીન હેનરિક ક્લાસેનના આક્રમક 69 અને ઇશાન કિશનના ઝડપી પપ રનની મદદથી પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરના અંતે 4 વિકેટે 23પ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. પંજાબની નબળી બોલિંગ-ફિલ્ડિંગનો ફાયદો ઉઠાવીને ઇશાન કિશને 32 દડામાં 2 ચોગ્ગા, 4 છગ્ગાથી પપ રન બનાવ્યા હતા. તેના બે આસાન કેચ સનરાઇઝર્સના ફિલ્ડર કૂપર કોનોલી અને શશાંક સિંહે પડતા મુક્યા હતા. ક્લાસેન ઈનિંગ્સના અંતિમ દડે આઉટ થયો હતો. તેણે 43 દડામાં 3 ચોગ્ગા, 4 છગ્ગાથી 69 રનની વિદ્યુતવેગી ઇનિંગ્સ રમી હતી. ઇશાન-ક્લાસેન વચ્ચે ત્રીજી વિકેટમાં 48 દડામાં 88 રનની ભાગીદારી થઇ હતી. ક્લાસેનને પણ એક જીવતદાન મળ્યું હતું. સનરાઇઝર્સની શરૂઆત શાનદાર રહી હતી. પાવર પ્લેમાં 1 વિકેટે 79 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા 13 દડામાં 2 ચોગ્ગા, 4 છગ્ગાથી 3પ અને ટ્રેવિસ હેડ 19 દડામાં 3 ચોગ્ગા, 3 છગ્ગાથી 38 રન કરી આઉટ થયા હતા. આ બંને વચ્ચે 21 દડામાં પ4 રનની ભાગીદારી થઇ હતી. અંતમાં ક્લાસેન અને નીતિશ રેડ્ડીએ પંજાબ સામે હલ્લાબોલ કરી 32 દડામાં 63 રનની ભાગીદારી કરી હતી. રેડ્ડી 29 રને નોટઆઉટ રહ્યો હતો. પંજાબ તરફથી અર્શદીપ, ફરગ્યૂસન, ચહલ અને વૈશાખને 1-1 વિકેટ મળી હતી.  

Panchang

dd