ભુજપુર, (તા. મુંદરા), તા. 5 : અદાણી
ફાઉન્ડેશન અને વીર શહીદ માણશી ગઢવી સ્પોટર્સ
કલબ ભુજપર દ્વારા આયોજિત અખિલ ભારત ઓપન નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન-3 વીર શહીદ માણશી ગઢવી સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી.
શહીદ દિવસથી શરૂ થયેલી ટૂર્નામેન્ટમાં 30 દિવસ સુધી દરરોજ રાત્રે મેચ યોજાઇ હતી.
સમગ્ર કચ્છમાંથી 94 ટીમે
ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા 1034 ખેલાડીઓને અદાણી ફાઉન્ડેશન દ્વારા ટી-શર્ટ ભેટ
અપાયા હતા. ટૂર્નામેન્ટ માટે ફાઉન્ડેશન દ્વારા રૂા. 7 લાખનો સહયોગ અપાયો હતો. સેમિફાઇનલ-1માં આયાન કિંગર્સ નવીનાળ સામે મહાદેવ ઇલેવન
ભુજપુરએ જીત મેળવી હતી. સેમિફાઇનલ - 2માં શિવશક્તિ ઇલેવન મુંદરા સામે અદાણી ઇલેવને જીત મેળવી હતી. મહાદેવ ઇલેવન
અને અદાણી ઇલેવન ભુજપુર વચ્ચે રમાયેલી ફાઇનલમાં મહાદેવ ઇલેવનનો વિજય થયો હતો. ફાઈનલ
મેચની ટોસવિધિ અદાણી પોર્ટના એક્ઝિ. ડાયરેકટર રક્ષિતભાઈ શાહ તેમજ ઉપસ્થિત અગ્રણીઓના
હસ્તે થઈ હતી. ફાઇનલમાં મેન ઓફ ધ મેચ ભીમજીભાઇ જેપાર, સમગ્ર ટૂર્નામેન્ટમાં બેસ્ટ
બેટ્સમેન વાય. જી. ભટ્ટી, બેસ્ટ બોલર એશાન ભટ્ટી, વિજેતા મહાદેવ ઇલેવન ટીમના પ્રણેતા વિશ્રામભાઇ જસાણી રહ્યા હતા. મેન ઓફ ધ સિરીઝ
નાગશી ગઢવી રહ્યા હતા. સ્થાનિક જૂથ ગ્રામ પંચાયત દ્વારા ગ્રાઉન્ડ સફાઈ વિ.નો સહયોગ
મળ્યો હતો. જીવદયા માટે ફાળાની ટહેલ નાખતાં ઉપસ્થિત જીવદયાપ્રેમીઓ દ્વારા રૂા. 1,25,000 જેટલી રકમ અપાઇ હતી. અદાણીના ગ્રુપનાં પંક્તિબેન, શાત્રી કશ્યપપ્રસાદ જોશી,
રાજદેવ સેડા, ગુજરાત સરકાર સચિવ એસ. ડી. ગેલવા,
ઉપસરપંચ માણેક જસાણી, ગોપાલ ગેલવા, રતન જસાણી ઉપસ્થિત રહ્યા હતા. સ્પોર્ટસ ક્લબ વતી એસ. વી. સાખરા, કરસન ગઢવી, વિશ્રામ જસાણી, સવરાજ
ગઢવી, વાલજી મીંઢાણી, સામરા ગેલવા,
કરસન વેજાણી વિ. તેમજ યુવા ક્રિકેટપ્રેમીઓએ વ્યવસ્થા સંભાળી હતી.