ભુજ, તા. 4 : હિમ્સ-કેપીએલની ચોથી સિઝન હવે
તેના અંતિમ પડાવ પર છે, ત્યારે પાંચમા
દિવસની પહેલી લીગ મેચમાં અત્યાર સુધી અજેય રહેલી મસ્કા માસ્ટર્સને કરણી કૃપા રોયલ્સે
ત્રણ વિકેટે હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતાં મસ્કા માસ્ટર્સ પરેશ સંઘાર અને તોમર શિવમસિંહના
33 રનની મદદથી આઠ વિકેટે 124 રન બનાવ્યા હતા. કરણી કૃપા
રોયલ્સ તરફથી નારાણ સંઘારે 3, તો યુવરાજસિંહ, પંકજ છાંગા અને ઋતુરાજસિંહે એક-એક વિકેટ ઝડપી
હતી. કરણી કૃપા રોયલ્સે શોયેબ લુહારના 51, ધ્રુવીલ ધોળુ અને સ્મીત જોષીના 18 રનની મદદથી સાત વિકેટે 127 બનાવી ત્રણ વિકેટે મહત્ત્વની
જીત મેળવી હતી. મસ્કા માસ્ટર્સ તરફથી પારસ ઠાકોરે 3, માજીદ કુંભાર અને કાનજી રબારીએ બે-બે વિકેટ ઝડપી હતી.