• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

કોડાયમાં દિવ્યાંગોના લાભાર્થે આયોજિત હિન્દુ પ્રીમિયર લીગમાં રૂા. 1.11 લાખ એકત્ર

કોડાય, તા. 4 : કોડાય ખાતે વિકલાંગોના લાભાર્થે યોજાયેલી હિન્દુ પ્રીમિયર લીગમાં રૂપિયા 1,11,000 એકત્રિત થયા હતા. કોડાય ગામે દિવ્યાંગોના લાભાર્થે હિન્દુ પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. રાણસી ગઢવી (પ્રદેશ કિસાન મોરચો ભાજપ), સુરેશ જોષી (સામાજિક અગ્રણી), મુકેશ જોષી (શિવાજી ગ્રુપ, માંડવી) સહિતના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ ટૂર્નામેન્ટ નહીં, પરંતુ સેવા સહકારનું ઉત્તમ ઉદાહરણ છે અને ટોસવિધિ રાણસીભાઈએ કરી હતી. સરહદ ડેરી (કોડાય)ની ટીમ વિજેતા જ્યારે મુરલીધર એન્ટરપ્રાઈઝની ટીમ રનર્સઅપ રહી હતી. આ પ્રસંગે વાછિયા ગઢવી (પ્રમુખ, કોડાય ચારણ સમાજ), રામ ગઢવી, ગોવિંદ આહીર, ચીમન પટેલ, અક્ષય ઠક્કર, માવજી વેકરિયા, દિનેશ ઠક્કર (ભાલાભાઈ), પુનિત દવે, જીતુ દરજી, પ્રભુ પટેલ, ભરત આહીર, વિશાલ જોશી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કિશોર ઠક્કર, મુલેશ ઠક્કર, નવગણ ગઢવી, મહેશ માતંગ, જેકિન દરજી, કલ્યાણજી ગાજપરિયા, પુનશી ગઢવી, આશિષ આહીર, મિતેષ ગોસ્વામી તેમજ યુવાનોએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન ભૂમિત આહીર, આભારવિધિ નારાણ ગઢવીએ કરી હતી. 

Panchang

dd