• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

બુદ્ધિ અને પ્રતિભાને ખીલવવું એ જ સંસ્કાર ઉત્સવ

ભુજ, તા. 10 : અહીં બુદ્ધિશક્તિના મહાકુંભમાં તાલુકાના 590 સ્પર્ધકે આઠ વિવિધ બૌદ્ધિક સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે પૈકી બાવન વિદ્યાર્થીને વિજેતા ઘોષિત કરાયા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું કે, બુદ્ધિ અને પ્રતિભાને ખીલવવું એ જ સંસ્કાર ઉત્સવ, જ્ઞાનકુંભની ઉજવણી કરવા બદલ કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે સહભાગી બનવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ક્વિઝ સ્પર્ધામાં ગ્રુપ-અ (ધો. ત્રણથી પાંચ)માં પ્રથમ સુરૈયા રજાક અને કૃતિકા મહેશ્વરી (ભારાસર પ્રા. ગર્લ્સ સ્કૂલ), દ્વિતીય અબીર વર્મા અને મિહિકાબા જાડેજા (દૂન પબ્લિક સ્કૂલ), ગ્રુપ-બ (ધો. છથી આઠ)માં પ્રથમ કુશ વ્યાસ અને અર્ણવ વર્મા(દૂન પબ્લિક સ્કૂલ), દ્વિતીય જૈનમ ગોર અને હાર્દી ઠક્કર (વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ), ગ્રુપ-ક (ધો. નવથી 12)માં પ્રથમ શૌર્ય ગઢવી અને આલોક શેખાવત (સંસ્કાર સ્કૂલ), દ્વિતીય સિયા ઠક્કર અને દેવરાજાસિંહ પરમાર (દૂન પબ્લિક સ્કૂલ) વિજેતા રહ્યા હતા. (2) કોયડા ઉકેલ સ્પર્ધામાં ગ્રુપ-અ માં પ્રથમ ભાવિક ચિકારા (દૂન પબ્લિક સ્કૂલ), દ્વિતીય-માધવરાજાસિંહ જાડેજા (વિષ્ણુધર્મ સ્કૂલ), ગ્રુપ-બ માં પ્રથમ મન્સૂરી અરશીલ (સંસ્કાર સ્કૂલ), દ્વિતીય- ધૈર્ય ઠક્કર (સનરાઈઝ અકેડેમી), ગ્રુપ-કમાં પ્રથમ-નેન્સી સોની (દૂન પબ્લિક સ્કૂલ), દ્વિતીય કબીર રાયમા (મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ) રહ્યા હતા. મેમરી પાવર સ્પર્ધામાં ગ્રુપ-અમાં પ્રથમ સાદ ધોબી (સંસ્કાર સ્કૂલ), દ્વિતીય નરેન્દ્ર રાઠોડ (કુકમા પ્રાથમિક સ્કૂલ), ગ્રુપ બમાં પ્રથમ આનંદ પિંડોરિયા (સંસ્કાર સ્કૂલ), દ્વિતીય કાવ્ય બરાડિયા (દૂન પબ્લિક સ્કૂલ), ગ્રુપ-કમાં પ્રથમ આફરીન સીદ્દી (મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ), દ્વિતીય શિવમ છાંગા (બ્રિલિયન્ટ ઇન્સ્ટિ., ધાણેટી) તથા શબ્દ વ્યાયામ સ્પર્ધા (ગુજરાતી માધ્યમ) : ગ્રુપ-અમાં પ્રથમ દેવાંશ ભરવાડ (સંસ્કાર સ્કૂલ, દ્વિતીય દિયા પટેલ (માધાપર કન્યાશાળા), ગ્રુપ-બમાં પ્રથમ-નાવ્યા વાળંદ (જયનગર  પ્રાથમિક શાળા), દ્વિતીય મનીષા વાઘેલા (કોડકી શાળા નં.-1), ગ્રુપ-કમાં પ્રથમ હેલગા પટેલ (સંસ્કાર સ્કૂલ), દ્વિતીય શૌર્ય રાજગોર (સ્વામિનારાયણ વિદ્યાલય) વિજેતા જાહેર થયા હતા. અંગ્રેજી માધ્યમ ગ્રુપ-અમાં પ્રથમ ધ્રુવ વેગડ (પ્રયાસ ગુરુકુલમ, કુકમા), દ્વિતીય દ્રિષ્ના પ્રજાપતિ (વિષ્ણુધર્મ સ્કૂલ), ગ્રુપ-બમાં પ્રથમ હિમાંશુ શાહ (સંસ્કાર સ્કૂલ), દ્વિતીય કૈતવ ધોળુ (દૂન પબ્લિક સ્કૂલ), ગ્રુપ-કમાં પ્રથમ વંશ ગોખાણી (દૂન પબ્લિક સ્કૂલ), દ્વિતીય પ્રિયરાજાસિંહ પરમાર (વિષ્ણુધર્મ સ્કૂલ) રહ્યા હતા. ટચ એન્ડ ટેલ સ્પર્ધામાં ગ્રુપ અમાં પ્રથમ- દૂર્વા વ્યાસ( ભારાસર પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલ), દ્વિતીય આકિફા ખત્રી (મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ), ગ્રુપ-બમાં પ્રથમ જેની મહેતા (માતૃછાયા કન્યા વિદ્યાલય), દ્વિતીય શ્રેયાંશી પરમાર (માધાપર કન્યાશાળા), ગ્રુપ-કમાં પ્રથમ દિવ્યમગિરિ (સંસ્કાર સ્કૂલ), દ્વિતીય શ્રેયા મામતોરા (સંસ્કાર સ્કૂલ) રહ્યા હતા.  વાર્તા કથન સ્પર્ધામાં ગ્રુપ-અ (એક-બે)માં પ્રથમ ક્રિષ્ના રાઠોડ (માધાપર કન્યાશાળા), દ્વિતીય વૈભવ (સંસ્કાર સ્કૂલ), ગ્રુપ-બ (ત્રણ-પાંચ)માં પ્રથમ જિનલ વરસાણી (પ્રાથમિક કન્યા વિદ્યામંદિર, ભુજ), દ્વિતીય રૂદ્રી ભટ્ટ (માતૃછાયા કન્યા વિદ્યાલય) તથા શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં ગ્રુપ-અ (છ-આઠ)માં પ્રથમ અલવિરા માંજોઠી (માતૃછાયા કન્યા વિદ્યાલય), દ્વિતીય કમલ ભાનુશાલી (દિવ્ય બ્રહ્મલોક અકેડેમી), ગ્રુપ-બ (નવ-12)માં પ્રથમ તમન્ના લંગા (એમ.એસ.વી. હાઇસ્કૂલ, માધાપર), દ્વિતીય ધ્યાન ટાંક (નવચેતન અંધજન મંડળ) વિજેતા તથા જોડણી સ્પર્ધા (ગુજરાતી માધ્યમ)માં ગ્રુપ-અ (એક-બે)માં પ્રથમ કશ્યપ હિરાણી (પ્રાથમિક કન્યા વિદ્યામંદિર), દ્વિતીય યશ્વી વાઘજિયાણી (પુરુષોત્તમ વિદ્યાલય), ગ્રુપ બ (ત્રણ-પાંચ)માં પ્રથમ યુગ દબાસિયા (જી.એમ.ડી.સી. પ્રાથમિક શાળા), દ્વિતીય ધૈર્ય હિરાણી. (અંગ્રેજી  માધ્યમ):ગ્રુપ-અમાં પ્રથમ યુગવીરાસિંહ જાડેજા (એરફોર્સ સ્કૂલ), દ્વિતીય રિયાંશ પિત્રોડા (દૂન પબ્લિક સ્કૂલ), ગ્રુપ-બમાં પ્રથમ સત્વ પટેલ (પ્રયાસ ગુરુકુલમ), દ્વિતીય પ્રિશા શર્મા (એરફોર્સ સ્કૂલ) વિજેતા ઘોષિત થયા હતા.  શાળાના વિરાજભાઈ બારોટ, જગદીશ બારૂ, પ્રતીક્ષા જેઠવા, ટ્વિન્કલ ચૌહાણ, પંકજ ગામોટ, ઉષા વર્મા, નીલેશ ગોહિલ, ધીરજ સોલંકી, ગીતાબેન સોની, અલીમામદ જત (મુસ્લિમ એજ્યુકેશન), નિર્ણાયક રિશી જોષી તથા વિવિધ સ્પર્ધાના નિર્ણાયકો, સંસ્કાર શાળાના સ્ટાફ દ્વારા વિજેતાઓને સન્માનિત કરાયા હતા. ટ્રસ્ટી વિરેન શાહ, મિતુલ પારેખ, હરીશ કારીઆ, વિરલ ઠક્કર, સ્થાપકો મહેન્દ્ર મોરબીઆ, ચિંતન મોરબીઆ, કૃપા કારીઆ દ્વારા વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર ટીમને બિરદાવી હતી. 

Panchang

dd