મુંબઈ, તા. 10 : મહિલા પ્રીમિયર લીગ 2026ની બીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સનો યુપી વોરિયર્સ સામે થયો હતો. નવી મુંબઈના ડી વાય
પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં ગુજરાત જાયન્ટ્સે 10 રને જીત મેળવીને લીગની વિજયી શરૂઆત કરી હતી. યુપી વોરિયર્સને જીત માટે 208 રનનું લક્ષ્ય મળ્યું હતું.
જો કે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 197 રન જ બનાવી શક્યું હતું. ઓપનર ફોએબે લિચફિલ્ડે 40 બોલમાં 8 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 78 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
કેપ્ટન મેગ લેનિંગે 27 બોલમાં 30 રનનું યોગદાન આપ્યું હતું.
આ ઉપરાંત આશા શોભના અને શ્વેતા સહરાવતે પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ગુજરાત તરફથી જોર્જિયા
વેરહેમ, સોફી ડીવાય અને રેણુકા સિંહે બે બે વિકેટ લીધી
હતી. અગાઉ ગુજરાતની શરૂઆત સારી રહી હતી. બેથ મુની અને સોફી ડીવાયને મળીને 4.2 ઓવરમાં 41 રનની ભાગીદારી કરી હતી. મૂનીને
સોફી એક્લેસ્ટોને બોલ્ડ કરી હતી જ્યારે ડીવાયની વિકેટ શિખા પાંડેએ લીધી હતી. ડીવાયે
38 રન કર્યા હતા. અહિંયાથી અનુષ્કા
શર્મા અને એશ્લે ગાર્ડનર વચ્ચે 103 રનની ભાગીદારી
થઈ હતી અને ગુજરાતને સારા સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી હતી. અનુષ્કાએ 44 રન કર્યા હતા અને ગાર્ડનરે
65 રન કર્યા હતા. આ ઉપરાંત જોર્જિયા
વેરહેમે 27 અને ભારતી ફુલમાલીએ 14 રન કર્યા હતા.