નવી મુંબઇ, તા.9 : વીમેંસ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની
ચોથી સીઝનનો આજથી પ્રારંભ થયો છે. ઉદઘાટન મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે ધીમી
શરૂઆત પછી વર્તમાન વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ ટીમના નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 1પ4 રન થયા હતા.
છેલ્લા દડા સુધી રોમાંચક મુકાબલમાં બાજી પલ્ટી નાખતાં બેંગલોરે ત્રણ વિકેટે વિજય મેળવ્યો
હતો. ચાર વિકેટ ખેરવીને 44 દડામાં સાત
ચોગ્ગા, બે છગ્ગા સાથે 63 રન ફટકારી દેતાં અણનમ અર્ધસદી
કરનાર નડીન ડી ક્લાર્કે અદ્ભૂત જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઓપનિંગ સેરેમનીને લીધે
મેચ સમયસર શરૂ થઈ ન હતી. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી નિકોલા કૈરીએ 29 દડામાં 4 ચાગ્ગા સાથે 40 અને સજીવન સજનાએ 2પ દડામાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 4પ રન કર્યાં હતા. આ બન્ને વચ્ચે પાંચમી
વિકેટમાં 49 દડામાં 82 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
અમેલિયા કેર 4, જી. કમાલિની 32, નેટ સિવર બ્રંટ 4, કપ્તાન હરમનપ્રિત કૌર 20 રને આઉટ થયા હતા. આરસીબી તરફથી
નડીન ડી કલાર્કે 26 રનમાં 4 વિકેટ લીધી હતી. આરસીબીની કેપ્ટન સ્મૃતિ
મંધાનાએ ટોસ જીતી મુંબઇને બેટિંગ આપી હતી.