મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 8 : નખત્રાણા દરજી યુવક મંડળ દ્વારા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું
આયોજન કરાયું હતું. ટૂર્નામેન્ટ શરૂ કરાવતા
વડીલોએ યુવાનોને રમતની સાથે સાથે રચનાત્મક પ્રવૃત્તિઓમાં રસ લેવાની વાત કરી હતી. ટૂર્નામેન્ટમાં
આઠ દાતાનો સહયોગ સાંપડયો હતો, જેમાં નવ ફ્રેન્ચાઇઝી ટીમે ભાગ લીધો હતો. ફાઇનલ
મેચ આર્યા વોરિયર્સ અને ઓશો ઇલેવન વચ્ચે રમાઇ હતી. ભારે રસાકસી બાદ આર્યા વોરિયર્સ
વિજેતા થઈ હતી. કોમેન્ટરીની સેવા નીતિન મોઢ અને મયૂર મોઢે આપી હતી. ટૂર્નામેન્ટ દરમિયાન
ઓફલાઈન સ્કોરની સેવા ભવ્ય મોઢ, નીરવ ગોહિલ, પ્રેમ ઠક્કર અને આશિષ મોઢે આપી હતી. અમ્પાયરની સેવા ઉર્વેશ ઠક્કર, હર્ષ પલણ, ધવલ ઠક્કર અને માસુમ આઇયાએ આપી હતી. યુવક મંડળના
કારોબારી સભ્યો કિશોર ગોહિલ, દૃશ્ય મોઢ, હરેશ મોઢ, ઉમંગ મોઢ, દિપુલ સોલંકી,
મનીષ પરમાર, જિગર સોલંકી અને હર્ષદ સોલંકીએ જહેમત
ઉઠાવી હતી. આભારવિધિ મંડળના પૂર્વ પ્રમુખ ચેતન મોઢ દ્વારા કરવામાં આવી હતી.