અંજાર, તા. 8 : અહીંના જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સૌપ્રથમવાર `પીકલ બોલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. આ પ્રતિયોગિતામાં મહિલા વિભાગમાં ટીશા ભણસારી અને યુગાંશી સંઘવી તથા
પુરુષ વિભાગમાં આગમ પુંજ અને રિશીત સંઘવી વિજય બન્યા હતા તેમજ મહિલા વિભાગમાં મનાલી
વોરા તથા મિષ્ટી ભણસારી અને પુરુષ વિભાગમાં કલ્પ સંઘવી અને વૃષભ શાહ રનર્સઅપ રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના
પ્રમુખ ડેનીભાઇ આર. શાહે જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો યોજવાથી સમાજમાં એકતાની
ભાવના જાગે છે તેમજ સમાજના યુવક યુવતીઓમાં ખેલદિલીની ભાવના કેળવાય છે. જૈન જાગૃતિ સેન્ટર- અંજારના મંત્રી પારસભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન પરમ શાહ, પ્રથમ ભણસારી,
રિશીત સંઘવીનાં માર્ગદર્શન તળે સભ્યોએ સહકાર આપ્યો હતો. રેફરી તરીકે
સિદ્ધાર્થભાઈ વોરા, માહીરભાઈ શાહ, પ્રિયાંકભાઈ
શાહ, હર્ષભાઈ સંઘવી, વૃષભભાઈ શાહ અને મૌલિકભાઈ
શાહે સેવા આપી હતી.