• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

સરફરાઝની રન રફતાર જારી : લિસ્ટ એ ક્રિકેટમાં ઝડપી અર્ધસદીનો રેકોર્ડ

જયપુર તા. 8 : મુંબઇ ટીમના રનમશીન સરફરાઝ ખાને લિસ્ટ એ ક્રિકેટમાં આજે ભારત તરફથી સૌથી ઝડપી અર્ધસદી ફટકારી હતી. વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટની આજની મેચમાં સરફરાઝ ખાને આતશી બેટિંગ કરીને ફકત 1પ દડામાં અર્ધસદી પૂરી કરી હતી. જો કે, તેની ટીમ મુંબઇ હરીફ પંજાબ ટીમ સામે રસાકસી પછી ફકત એક રને હારી ગઇ હતી. આમ છતાં મુંબઇ ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી હતી. 217 રનના મામૂલી વિજય લક્ષ્યનો પીછો કરતાં મુંબઇ તરફથી સરફરાઝ ખાને માત્ર 20 દડામાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાથી 62 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. તેણે 1પ દડામાં અર્ધસદી કરી લિસ્ટ એ ક્રિકેટમાં ભારત તરફથી નવો રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ મહારાષ્ટ્રના અભિજિત કાલે અને વડોદરાના અતીત શેઠે 16 દડામાં અર્ધસદી કરી હતી. લિસ્ટ એ ક્રિકેટમાં સરફરાઝની અર્ધસદી ઓવરઓલ ચોથી ઝડપી છે. સરફરાઝના 62 ઉપરાંત કપ્તાન શ્રેયસ અય્યરના 4પ રન હતા. સૂર્યકુમાર (1પ), શિવમ દુબે (12)ની નિષ્ફળતા મુંબઇને ભારે પડી હતી. અને પૂરી ટીમ ઉતાવળમાં 26.2 ઓવરમાં 21પ રને ઓલઆઉટ થઇ હતી. આથી પંજાબનો એક રને રોચક વિજય થયો હતો અને ટોચ પર રહી નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.  પંજાબ તરફથી મયંક માર્કંડેને ચાર વિકેટ મળી હતી. અગાઉ પંજાબ ટીમ 4પ.1 ઓવરમાં 216 રને ઓલઆઉટ થઇ હતી.  

Panchang

dd