• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

એશિઝ ટ્રોફી પર ઓસ્ટ્રેલિયાનો 4-1થી કબજો

સિડની, તા. 8 : પ્રતિષ્ઠિત એશિઝ ટ્રોફી પર ઓસ્ટ્રેલિયાએ વર્ચસ્વ સાથે 4-1થી કબજો જમાવ્યો છે. સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં આજે મેચના પાંચમા દિવસે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો પાંચ વિકેટે સંગીન વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાને 160 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પહેલી ઇનિંગ્સમાં 163 અને બીજા દાવમાં 29 રન કરનાર ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો, જ્યારે કુલ 31 વિકેટ લેનાર અને 16 રન કરનાર મિચેલ સ્ટાર્ક પ્લેયર ઓફ સિરીઝ બન્યો હતો. આજે સિડની ટેસ્ટના આખરી દિવસે ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 88.2 ઓવરમાં 342 રને સમાપ્ત થયો હતો. સદીવીર યુવા ખેલાડી જેકબ બેથેલ 26પ દડામાં 1પ ચોગ્ગાથી 14 રને આઉટ થયો હતો. મેથ્યૂ પોટ્સ 18 રને નોટઆઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને વેબસ્ટરે 3-3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાને પહેલા દાવમાં 183 રનની સરસાઇ મળી હતી. આથી તેને 160 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જો કે, ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ બેટર મોટી ઇનિંગ્સ રમી શકયો ન હતો, પણ સંકટ વિના 31.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 161 રન કરી પાંચ વિકેટે જીત નોંધાવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ 4-1થી કબજે કરી હતી. ટ્રેવિસ હેડે 29, જેક વદરલેન્ડે 34, લાબુશેને 37, કેપ્ટન સ્મિથે 12 અને ઉસ્માન ખ્વાઝાએ કેરિયરની આખરી ઇનિંગ્સમાં છ રન કર્યા હતા. ગ્રીન 22 અને કેરી 16 રને નોટઆઉટ રહ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગને ત્રણ વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 384 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાના પ67 રન થયા હતા. 

Panchang

dd