• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

આશાપુરા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટનો આરંભ

ભુજ, તા. 2 : આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં કચ્છ તથા પોરબંદર ડિવિઝનની 16 ટીમનો સમાવેશ થયો છે. કંપનીના મેનાજિંગ ડાયરેક્ટર મનન શાહની અધ્યક્ષતામાં ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. મનન શાહે પ્રાસંગિક પ્રવચનમાં દરેક યુવાવયના ખેલાડીઓને આગળ આવીને વધુમાં વધુ ટીમો ભાગ લે તથા સારા ખેલાડીઓ આગળ પણ રમવા જાય એવી પ્રેરણા આપી હતી. આ ઉદ્ઘાટન સમયે કંપનીના ઉચ્ચ અધિકારી પ્રકાશ ગોર, ધર્મરાજ વરૂ તથા યોગેશ નીવાતે પણ હાજરી આપી હતી. આ ટૂર્નામેન્ટનું દર વર્ષે આયોજન કરવા માટે આયોજક ટીમ અમરાસિંહ જાડેજા, પાર્થ ચાવડા, મિતેષ પરમાર, ભવ્ય જોષી અને કુલીન ગોરનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. ટૂર્નામેન્ટમાં સ્કોરર તરીકે નિમેષ ધોળુ તથા કોમેન્ટ્રીની સેવા સુધીર પાઠકે આપી હતી.

Panchang

dd