મુંબઈ, તા.2 : આઇપીએલ-2026ની સીઝન માટેના ઓક્શનમાં કુલ 13પપ ખેલાડીઓએ પોતાનાં નામ રાજિસ્ટ્રેશન કરાવ્યાં છે.
જેની સૂચિ તમામ 10 ફ્રેન્ચાઇઝીને બીસીસીઆઇએ સુપરત
કરી દીધી છે. આ પછી ફ્રેન્ચાઇઝીઓ મુખ્ય નામો પર સહમતી આપશે. બાકીના ખેલાડીઓ હરાજીમાંથી
બહાર થશે. 13પપ ખેલાડીમાંથી 4પ ખેલાડીઓએ સૌથી ઊંચી બે કરોડની બેઝ પ્રાઇસમાં તેમનાં
નામ નોંધાવ્યાં છે. 16 ડિસેમ્બરે
અબુધાબીમાં યોજનાર આઇપીએલની હરાજીમાં 10 ટીમ
પાસે 77 સ્થાન ઉપલબ્ધ છે. જેમાં 31 સ્થાન વિદેશી ખેલાડી માટે છે. બે કરોડની સૂચિમાં સામેલ
ખેલાડીઓમાં મુખ્ય નામ કેમરૂન ગ્રીન, લિયામ લિવિંગસ્ટોન, રવિ બિશ્નોઇ, વેંકટેશ અય્યર, મથીશા
પથિરાના, વાનિંદુ હસરંગા, શોન એબોટ,
જોશ ઇંગ્લિશ, સ્ટિવન સ્મિથ, બેન ડકેટ, જેમી સ્મિથ, માઇકલ બ્રેસવેલ,
ડવેન કોન્વે, મેટ હેનરી, ડેરિલ મિચેલ, રચિન રવીન્દ્ર, ડેવિડ
મિલર, લુંગી અનગિડી, મહીશ તિક્ષ્ણા,
જેસન હોલ્ડર અને અલજારી જોસેફ છે. હાલ કોલકતા નાઇટ રાઇડર્સ પાસે પર્સમાં
સૌથી વધુ 63.3 કરોડની રકમ
છે. સીએસકે બીજા નંબર પર છે. તેના પર્સમાં 43.4 કરોડ
રૂપિયા છે. આથી આ બે ફ્રેન્ચાઇઝી મોટી ખરીદીનાં મૂડમાં છે. બન્ને ટીમની નજર ઓસ્ટ્રેલિયન
ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન પર છે. જેની બોલી 20 કરોડ
સુધી પહોંચશે તેવી સંભાવના છે. કેકેઆર પાસે 12 ખેલાડીને
ભરવાની જગ્યા છે. જેમાં 6 વિદેશી
ખેલાડી હશે. ટીમના પર્સની રકમ આ મુજબ છે. લખનઉ
સુપર જાયન્ટ્સ 22.9પ કરોડ, રાજસ્થાન રોયલ્સ 16.0પ, સનરાઇઝર્સ હૈદરાબાદ 2પ.પ, આરસીબી 16.4 કરોડ, કેકેઆર 64.3 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સ 2.7પ
કરોડ, સીએસકે 43.4 કરોડ, દિલ્હી કેપિટલ્સ 21.80 કરોડ, ગુજરાત ટાઇટન્સ 12.90 કરોડ
અને પંજાબ કિંગ્સ 11.પ0 કરોડ રૂપિયા છે. ભારતના કેટલાક ઘરેલુ ખેલાડીઓ દીપક
ચહર, રવિ બિશ્નોઇ, પૃથ્વી શો, ઉમેશ યાદવ, રાહુલ ત્રિપાઠી, વેંકટેશ
અય્યર શિવમ માવી, સરફરાજ ખાન હરાજીમાં સામેલ છે.