બ્રિસબેન, તા.2: ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટની
શરમજનક હાર બાદ ઇંગ્લેન્ડે 3 ડિસેમ્બરથી
ગાબામાં રમાનારી બીજી અને ડે/નાઇટ ટેસ્ટની ઇલેવનમાં ફેરફાર કરાયો છે. ઝડપી બોલર માર્ક
વૂડનાં સ્થાને ઓલરાઉન્ડર વિલ જેક્સનો સમાવેશ કરાયો છે. તે બોલિંગની સાથોસાથ મીડલ ઓર્ડરમાં
બેટિંગ કરશે. વિલ જેકસના નામે બે ટેસ્ટ મેચમાં 89 રન
છે. ઇંગ્લેન્ડ ટીમ પહેલી ટેસ્ટમાં બે દિવસમાં હારી ગઇ હતી. મેચની બન્ને ઇનિંગ્સમાં
તેના બેટધરો ફલોપ રહ્યા હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયા ટીમને પણ વધુ એક ફટકો પડયો છે. ટીમનો
અનુભવી ઓપનિંગ બેટર ઉસ્માન ખ્વાઝા પીઠના દર્દને લીધે બીજા ટેસ્ટની બહાર થઈ ગયો છે.
ઓસ્ટ્રેલિયાની
પ્લેઇંગ ઇલેવન જાહેર થઈ નથી. નિયમિત કપ્તાન પેટ કમિન્સ અને ઝડપી બોલર જોશ હેઝલવૂડ પહેલેથી
જ બહાર છે. હવે તેમાં ઉસ્માન ખ્વાઝાનો ઉમેરો થયો છે.
ઇંગ્લેન્ડ
ઇલેવન : ઝેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી
પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોકસ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર),
વિલ જેક્સ, ગસ એટકિંસન, બ્રાયડન
કાર્સ અને જોફ્રા આર્ચર.