• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

વાપસી સાથે હાર્દિકની આક્રમક બેટિંગ, પણ બોલિંગમાં નિષ્ફળ

હૈદરાબાદ, તા.2: એશિયા કપ દરમિયાન ઇજાગ્રસ્ત થનારા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ વાપસી સાથે 42 દડામાં 77 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. આથી મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ સામે વડોદરાનો 7 વિકેટે વિજય થયો હતો. જો કે બોલિંગમાં હાર્દિકની વાપસી ફિકી રહી હતી. તેણે 4 ઓવરમાં પ2 રનનો ખર્ચ કરી 1 વિકેટ લીધી હતી. હાર્દિકે 44 દડામાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાથી અણનમ 77 રન કર્યાં હતા. આથી વડોદરા ટીમે 223 રનનું કઠિન વિજય લક્ષ્ય 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધું હતું. પંજાબ તરફથી અભિષેક શર્માએ ઝડપી પ0 અને અમોલપ્રિત સિંઘે 69 રન કર્યા હતા. આથી પંજાબના 20 ઓવરમાં 8 વિકેટે 222 રન થયા હતા.

Panchang

dd