ભુજ, તા. 1 : ક્રિકેટ
જગતમાં રણજી ટ્રોફીના દરજ્જાનું સ્થાન ધરાવતી અને બીસીસીઆઈ દ્વારા આયોજિત સૈયદ મુસ્તાક
અલી ટ્રોફી ટી-20માં સૌરાષ્ટ્ર વતી ભુજના ખેલાડી
લક્કીરાજસિંહ વાઘેલાની પ્રથમવાર પસંદગી થઈ હતી. રોયલ ક્રિકેટ એકેડેમીમાં તાલીમ લેતા
લક્કીરાજસિંહે કચ્છમિત્ર કપથી પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે વી.ડી.
હાઈસ્કૂલમાં કેપ્ટન પણ રહી ચુક્યો છે. ભુજના ખેલાડીની આ ટ્રોફીમાં પ્રથમવાર પસંદગી
થતાં કચ્છ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ એચ. જાડેજા, નવલસિંહ બી. જાડેજા તથા મહિપતસિંહ
રાઠોડ અને રોયલ ક્રિકેટ એકેડેમીના કોચ કુલદીપસિહં જાડેજા તેમજ દીપ ગોરે કચ્છનું ગૌરવ
વધારવા બદલ લક્કીરાજસિંહને અભિનંદન પાઠવ્યા હતા.