• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં જયદેવ ઉનડકટનો સર્વાધિક વિકેટનો વિક્રમ

અમદાવાદ, તા.1: સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીની સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચેની મેચ રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં દિલ્હી ટીમનો 10 રને વિજય થયો હતો. સૌરાષ્ટ્રના કપ્તાન જયદેવ ઉનડકટે આ મેચમાં ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. તેણે દિલ્હીના કપ્તાન નીતિશ રાણાની વિકેટ ઝડપીને નવો વિક્રમ બનાવ્યો હતો. ઉનડકટે સિદ્ધાર્થ કૌલના 120 વિકેટના રેકોર્ડને પાછળ રાખી દીધો હતો. ઉનડકટના ખાતામાં હવે 121 વિકેટ છે. આ સૂચિમાં ત્રીજા નંબરે પીયૂષ ચાવલા (113) છે. ગઇકાલે રમાયેલી આ મેચમાં દિલ્હી ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 207 રન કર્યાં હતા. જવાબમાં સૌરાષ્ટ્રના 20 ઓવરમાં પ વિકેટે 197 રન થયા હતા. પ્રેરક માંકડે સર્વાધિક પ0 રન કર્યાં હતા.

Panchang

dd