મુંબઇ તા.1: ભારતીય
ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના પુનરાગમન પર મહત્વની જાણકારી સામે આવી છે. ઇજાને
લીધે લાંબા સમયથી મેદાન બહાર હાર્દિક પંડયાએ રીહેબ પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને
હવે તે ફિટ છે. તે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટી-20 શ્રેણીથી
વાપસી કરવા તૈયાર છે. બેંગ્લુરુ સ્થિત બીસીસીઆઇના સેન્ટરે હાર્દિકને ફિટનેસ સર્ટીફિકેટ
આપી દીધું છે. ખાસ વાત એ છે કે તેને બોલિંગ કરવા માટે પણ લીલી ઝંડી મળી છે. જો કે ઇન્ટરનેશનલ
ક્રિકેટમાં વાપસી અગાઉ હાર્દિક પંડયાની ફિટનેસની આખરી પરીક્ષા બીસીસીઆઇ દ્રારા લેવામાં
આવશે. આ માટે હાર્દિક પંડયાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઓછામાં
ઓછી બે મેચ રમવી પડશે. વડોદરા ટીમ તા. 2 ડિસેમ્બરે
પંજાબ સામે અને 4 ડિસેમ્બરે પંજાબ વિરૂધ્ધ રમશે.
આ બન્ને મેચનો સંભવત: હાર્દિક હિસ્સો બનશે. આ મેચ દરમિયાન તેની ફિટનેસ પર બીસીસીઆઇ
નજર રાખશે. આ માટે પસંદગીકાર પ્રજ્ઞાન ઓઝા આ બન્ને મેચમાં હાજર રહેશે. બીસીસીઆઇએ તેમને
જવાબદારી સોંપી છે. ભારત-આફ્રિકા વચ્ચેની પ મેચની ટી-20 શ્રેણીની શરૂઆત 9 ડિસેમ્બરથી
થવાની છે.