રાંચી, તા.1: દ. આફ્રિકા સામે પ્રથમ વન ડેમાં
જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર સ્ટાર બેટર વિરાટ કોહલીએ કહ્યંy કે કોઇ પણ મેચમાં હું 120 ટકાની તૈયારી સાથે મેદાનમાં ઉતરું છું. 17 વર્ષની પોતાની ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન 300થી વધુ વન ડે અને 220થી
વધુ અન્ય ફોર્મેટની મેચ રમનાર કોહલી પહેલી વન ડેની તૈયાર માટે ઘણો વહેલો રાંચી પહોંચી
ગયો હતો. અનુભવી હોછા છતાં હાલત સમજવા માટે વધુ બેટિંગ અભ્યાસ કર્યો હતો. જેનું તેને
પરિણામ મળ્યું હતું અને બાવનમી સદી ફટકારી હતી. વન ડે ફોર્મેટમાં રેકોર્ડ 44મી વખત પ્લેયર ઓફ ધ મેચ બનનાર કોહલીએ કહ્યંy કે પહેલા પણ હું કહી ચૂક્યો છું કે મેદાનમાં હું 120 ટકાની તૈયારી સાથે જ ઉતરુ છું. દિવસમાં બે બેટિંગ સત્ર
અને સાંજે એક. આથી મારી તૈયારી પૂરી થઇ જાય છે. મેચના એક દિવસ પહેલા વિશ્રામ લીધો.
કારણ કે 37 વર્ષનો છું. રીકવરી જરૂરી છે.
મેચને હું મારા મગજમાં વિઝ્યુલાઈઝકરું છું. મને લાગે છે કે હું એટલો શાર્પ છું કે ફિલ્ડર્સ
અને બોલર્સને પારખી શકું છું. હું બહુ તૈયારીમાં માનતો નથી. મારું ક્રિકેટ હંમેશાં
માનસિક રહ્યું છે. માનસિક અને શારિરીક રીતે ફિટ રહેવા રોજ મહેનત કરું છું. મગજમાં રમત
સાફ દેખાઇ એટલે સારી શરૂઆત પછી આપોઆપ રન નીકળે છે. પોતાની શતકીય ઇનિંગ્સ વિશે કોહલીએ
કહ્યંy કે પિચ 20-2પ ઓવર સુધી સારી હતી. પછી ધીમી પડી. મેં સેટ થયા પછી
બોલને હિટ કરવાની યોજના બનાવી હતી. આપ જયારે 300 આજુબાજુ
વન ડે મેચ રમી ચૂક્યા છો અને 1પ-17 વર્ષની કેરિયર છે તો બસ જરૂરી એ છે કે આપ રમતનો આનંદ
ઉઠાવો અને તેની સાથે જોડાયેલા રહો.
ટેસ્ટમાં વાપસીનો ઇનકાર
ઇનામ
વિતરણ સમારોહમાં કોહલીને ટેસ્ટમાં વાપસી સંબંધેનો સવાલ થયો હતો. જેના પર કોહલીએ કહ્યંy કે હું એક જ ફોર્મેટમાં રમતો રહીશ. જે આગળ પણ ચાલુ
રહેશે. 37 વર્ષીય કોહલીએ કહ્યંy કે તેનું શરીર અને મગજ પૂરી રીતે ફિટ રહે તે જરૂરી
છે.