• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

મુંદરામાં ઓપન ગુજરાત ચેસ ટૂર્નામેન્ટ સિઝન-10 યોજાઈ

મુંદરા, તા. 29 : અહીં ચેકમેટ સ્પોર્ટસ એકેડમી દ્વારા રોટરી હોલ ખાતે ઓપન ગુજરાત ચેસ ટૂર્નામેન્ટ સિઝન-10 યોજાઈ હતી. ટૂર્નામેન્ટમાં રખાયેલી ત્રણ કેટેગરીમાં  ભાવનગર, જૂનાગઢ તથા સમગ્ર કચ્છના મુંદરા, ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર સહિત વિવિધ શહેરોમાંથી કુલ 135 સ્પર્ધકે ભાગ લીધો હતો. જે મુંદરાના ચેસ ઇતિહાસમાં  રેકોર્ડ છે. અંડર-11માં હિતાંશ રાયસોની, અંડર-15માં યશ્વી શાહ, ઓપન કેટેગરીમાં નીલ નાનકાની વિજેતા બન્યા હતા. ધીરેન ચુડાસમા અને વૈશાલી ચુડાસમાએ આયોજન સંભાળ્યું હતું. મહેશ મટાણી, ચિરાગ રાવલ, વિનેશ શેરાજી અને હર્ષ રૂપારેલે નિર્ણાયકની સેવા આપી હતી. અરિહંત ગ્રુપ (મુંદરા), કાર્ગોકોર્પ લોજિસ્ટિક્સ ઈ-ક્યૂબ અને કાર ક્લાઉડ, ઓલ કાર્ગો ટર્મિનલ્સ અને રોટરી ક્લબ ઓફ મુંદરાએ સહયોગ આપ્યો હતો. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન અરિહંત ગ્રુપના અશ્વિન મહેતા, તેજ મહેતા તથા ઓલ કાર્ગો ટર્મિનલ્સના વિનય વોરિયા તથા સરસ્વતી વિદ્યામંદિરના પ્રકાશ પાટીદાર દ્વારા કરાયું હતું. વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. 

Panchang

dd