કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 11 : ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગ ફેડરેશન
તરફથી હોંગકોંગમાં આજે યોજાયેલી એશિયન બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ (માસ્ટર વન કેટેગરી)માં
ભારતવતી ભાગ લેનારી હેતલ શાહ (ગલિયા)એ ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.
આ કોમ્પિટિશનમાં ચીન, મલેશિયા, સિંગાપોર સહિતના દેશોએ ભાગ લીધો હતો, જેમાં કચ્છ લુણી
(મુંદરા)નાં હેતલ વસનજી રામજી ચાંપશી ગલિયા મેદાન મારી ગયાં હતાં અને ગોલ્ડ મેડલ જીત્યો
હતો. આ અગાઉ દેશમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને છ ગોલ્ડ અને છ સિલ્વર મેડલ પ્રાપ્ત
કર્યાં છે. હેતલ શાહ મુંબઈ સેન્ટ્રલમાં રહે છે. હાલમાં ઘાટકોપર- વેસ્ટમાં રહેવા આવ્યાં
છે. તેમણે ફેશન ડિઝાઇનિંગ, જ્વેલરી ડિઝાઇનિંગના કોર્સ કર્યા છે.
હોંગકોંગમાં ભારતવતી 24 જણની ટીમ
અલગ અલગ કેટેગરીમાં ભાગ લેવા ગઈ છે. 2025માં ડિસ્ટીક બેન્ચ પ્રેસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જ્યારે 2024માં ડિસ્ટીક્ટ બેન્ચ પ્રેસમાં
ગોલ્ડ સ્ટેટ બેન્ચ પ્રેસમાં સિલ્વર અને નેશનલ (ગોવા)માં સિલ્વર જીત્યો હતો. 2024માં ડિસ્ટીક્ટ ફુલ પાવર લિફ્ટિંગમાં
ગોલ્ડ, સ્ટેટ બેન્ચ પ્રેમ (કર્જત)માં સિલ્વર મેડલ મેળવ્યો
હતો. 2022માં વિશાખાપટ્ટનમમાં યોજાયેલી
નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર, ડિસ્ટીક્ટ
(નવી મુંબઈ)માં ગોલ્ડ અને સ્ટેટ (નાગપુર)માં સિલ્વર મેડલ જીત્યો હતો. 2019માં ફુલ પાવર લિફ્ટિંગમાં સિનિયર
કેટેગરીમાં સિલ્વર, સ્ટેટ લેવલમાં
સિલ્વર અને હિમાચલ પ્રદેશમાં યોજાયેલી નેશનલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.