શાંઘાઈ, તા. 11 : વેલેન્ટિન વેચરોટે શનિવારે
દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચને 6-3, 6-4થી
હાર આપીને તેની કારકિર્દીની સૌથી મોટી જીત મેળવતા શાંઘાઈ માસ્ટર્સની ફાઈનલમાં સ્થાન
મેળવી લીધું હતું. ફાઈનલ મુકાબલામાં મોનાકોનો વેલેન્ટિન તેના પિતરાઈ ભાઈ સાથે ટક્કર
લે છે. છેક 204મું સ્થાન ધરાવતા મોનાકોના
ખેલાડીએ 24 ગ્રાન્ડ સ્લેમ વિજેતા જોકોવિચને
હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. રોમાંચક વિજય મેળવીને ઈતિહાસ રચનારા વેલેન્ટિને જીત
બાદ કહ્યું હતું કે, ટેનિસ કોર્ટમાં
સામે નોવાક જોકોવિચ હોય, તે મારા માટે માની ન શકાય તેવો અનુભવ
રહ્યો.