• બુધવાર, 12 નવેમ્બર, 2025

આફ્રિકા સામેની હાર પછી કપ્તાન હરમનપ્રિત બેટધરો પર લાલઘૂમ

વિશાખાપટ્ટનમ, તા.10 : મહિલા વિશ્વ કપની ગઇકાલની મેચમાં દ. આફ્રિકા સામેની આંચકારૂપ હાર બાદ ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરે તેની ટીમની ટોચની બેટધરોને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. હરમનપ્રિતે આફ્રિકા સામેની હાર માટે તેમને જવાબદાર ઠેરવી છે. ગઇકાલે રમાયેલી આ મેચમાં આફ્રિકાની નીચેના ક્રમની બેટધર નડીન ડી કલર્કે પ4 દડામાં અણનમ 84 રન કરી ભારતની જીત છીનવી લીધી હતી. આ દરમિયાન નડીને ભારતની નબળી બોલિંગનો ભરપૂર લાભ લઇને એક ઓવર પહેલા આફ્રિકાને જીત અપાવી હતી.ભારતીય ટીમ વિશ્વ કપમાં આફ્રિકા સામે સતત ત્રીજીવાર હારી છે. 2017, 2021 અને હવે 202પમાં હાર સહન કરી છે. આફ્રિકા સામેની હાર છતાં ભારતીય ટીમ પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને ટકી રહ્યંy છે. પહેલા-બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ છે. ભારતીય મહિલા ટીમ હવે રવિવારે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. મેચ બાદ કૌરે જણાવ્યું કે ટોચની હરોળે જવાબદારી લીધી નહીં. અમારે ચીજો બદલવી પડશે, સ્કોર કરવા પડશે. ટૂર્નામેન્ટ લાંબી છે. આથી હકારાત્મક રહેવું પડશે. આ એક કઠિન મેચ હતી. ઘણું શિખવાનું મળ્યું. કપ્તાને આ મેચમાં આઠમા ક્રમે બેટિંગમાં આવી 94 રનની આતશી ઈનિંગ રમનાર ઋચા ઘોષની ભરપૂર પ્રશંસા કરી હતી.  

Panchang

dd