ગુવાહાટી3 તા.10 : મહિલા વન ડે વિશ્વ કપની આજની
મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ ન્યુઝીલેન્ડનો 100 રને સરળ વિજય થયો હતો. 228 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા બાંગલાદેશની મહિલા ટીમનો 39.પ ઓવરમાં 127 રનમાં ધબડકો થયો હતો.બાંગલાદેશ
તરફથી સર્વાધિક 34 રન ફાતિમા
ખાતૂને કર્યાં હતા. કિવિઝ તરફથી જેસ કેર અને લિયા તહૂહુએ 3-3 વિકેટ લીધી હતી. કિવિઝ કેપ્ટન
સોફી ડિવાઈને 8પ દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 63 રનની અને
બ્રુક હોલિડેએ 104 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી 69 રનની ઈનિંગ્સ રમી હતી. આ બન્ને
વચ્ચે ચોથી વિકેટમાં 112 રનની ભાગીદારી
થઇ હતી. આથી કિવિઝ મહિલા ટીમના પ0 ઓવરમાં 9 વિકેટે 227 રન થયા હતા. બાંગલાદેશની નાહિદા અખ્તરે 3 વિકેટ લીધી હતી.