• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

ફ્રેન્ચ ઓપન : સ્વિયાતેક બીજા રાઉન્ડમાં

પેરિસ, તા. 31 : ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ ફ્રેંચ ઓપનમાં મહિલા વિભાગમાં વર્તમાન ચેમ્પિયન પોલેન્ડની ઈગા સ્વાયતેક બીજા રાઉન્ડમાં પહોંચી છે તેણે સ્પેનની ખેલાડી ક્રિસ્ટીના બુક્સાને 6-4 અને 6-0થી હાર આપી હતી. જ્યારે કેનેડાની બિયાંકા એન્ડ્રીસ્કુ પહેલા રાઉન્ડમાં 18માં ક્રમની અનુભવી ખેલાડી વિક્ટોરિયા અજારૈકા વિરુદ્ધ 2-6, 6-3 અને 6-4થી વિજય મેળવ્યો હતો. જર્મનીના એલેકઝાંડર જવેરેવે દક્ષિણ આફ્રિકાના લોઈડ હેરિસને 7-6 (6), 7-6 (0), 6-1થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તો ગયા વર્ષના ફાઈનાલિસ્ટ કેસ્પર રુડે નોર્વેના એલિયાસ યમરને 6-4, 6-3, 6-2થી પરાસ્ત કર્યો હતો.

Janmadin Vishesh Purti

Panchang