• રવિવાર, 20 જુલાઈ, 2025

એઆઈસીએસ બેડમિન્ટન સ્પર્ધા : મમુઆરાના શિક્ષકની છઠ્ઠીવાર ગુજરાત ટીમમાં પસંદગી

મમુઆરા, તા. 19 : સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટસ બોર્ડ દ્વારા દર વર્ષે ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસીસ (એઆઈસીએસ) સ્પર્ધાઓનું રાષ્ટ્રીય કક્ષાએ આયોજન કરાય છે. જે અંતર્ગત ગાંધીનગરમાં 2025-26 માટે બેડમિન્ટન ટીમની પસંદગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભુજ તા.ના મમુઆરા કન્યા પ્રા. શાળાના શિક્ષક પટેલ મેહુલકુમાર સોમાભાઈએ પુરુષ વેટરન વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આમ તેઓ ગુજરાતની ટીમમાં સતત છઠ્ઠી વખત પસંદગી પામ્યા છે. હવે તેઓ આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, શિક્ષક સંઘના હોદ્દેદારો, મમુઆરા ગ્રામ સરપંચ અને ગ્રામ પંચાયત પરિવાર, મમુઆરા કન્યા શાળા પરિવાર તેમજ ઓફિસર્સ ક્લબ-ભુજ પરિવારે બિરદાવ્યા હતા. 

Panchang

dd