ટોકિયો, તા. 17 : જાપાન ઓપન સુપર સિરીઝ-7પ0 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતનું અભિયાન નિરાશાજનક રૂપે સમાપ્ત
થયું છે. લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સના અને ડબલ્સમાં સાત્વિક-ચિરાગ બીજા રાઉન્ડમાં હારીને
બહાર થયા છે. વિશ્વ નંબર 18 ખેલાડી લક્ષ્ય
સેનને જાપાનના ખેલાડી કોડાઇ નારાઓકાએ 21-19 અને 21-11થી હાર આપી
હતી જ્યારે મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગની ભારતીય જોડી પ્રી. ક્વાર્ટરમાં ચીની જોડી
લિયાંગ વેઇ કેંગ અને વાંગ ચાંગ વિરુદ્ધ 44 મિનિટમાં 24-22 અને 21-14થી હાર મળી હતી. આ જીતથી પેરિસ
ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા પાંચમા ક્રમની ચીની જોડીનો ભારતીય જોડી વિરુદ્ધ 7-2નો રેકોર્ડ થઈ ગયો છે.