• રવિવાર, 20 જુલાઈ, 2025

જો રૂટ ફરી નંબર વન બેટર : આઠમીવાર ટોચ પર પહોંચ્યો

દુબઇ, તા.16 : આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં તખ્તાપલટ થયું છે. ઇંગ્લેન્ડના અનુભવી બેટધર જો રૂટે ફરી એકવાર ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. લોર્ડસ ટેસ્ટમાં રૂટે 104 અને 40 રનની ઇનિંગ્સ રમી હતી. આથી તે આઠમીવાર આઇસીસી બેટિંગ ક્રમાંકમાં ટોચ પર પહોંચ્યો છે. તેના ખાતામાં હવે 888 રેટિંગ પોઇન્ટ છે. રૂટ 34 વર્ષની ઉંમરે ડિસેમ્બર-2014 બાદ કુમાર સંગાકારા પછી સૌથી ઉંમરલાયક નંબર વન ટેસ્ટ બેટર બન્યો છે. એ સમયે શ્રીલંકાના કુમાર સંગાકારા 37 વર્ષનો હતો. ગત સપ્તાહે ટોચ પર પહોંચનારો ઈંગ્લેન્ડનો યુવા મીડલઓર્ડર બેટર હેરિ બ્રૂક ત્રીજા સ્થાને ફેંકાયો છે. તેણે લોર્ડસ ટેસ્ટમાં નબળો (11, 23) કર્યો હતો. તેના 862 અંક છે. કિવિઝ બેટર કેન વિલિયમ્સન (867) બીજા સ્થાને છે. ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં ભારતનો જસપ્રિત બુમરાહ દબદબા સાથે પહેલા નંબર પર છે. તેના ખાતામાં 901 રેટિંગ પોઇન્ટ છે. ટોપ ટેનમાં બુમરાહ સિવાય અન્ય કોઇ ભારતીય બોલર નથી. બેટિંગ ક્રમાંકમાં ભારતીય કપ્તાન શુભમન ગિલને નુકસાન થયું છે. તે ત્રણ ક્રમ નીચે સરકી ગયો છે અને 76પ પોઇન્ટ સાથે નવમા ક્રમ પર છે. યશસ્વી જયસ્વાલ (801) અને વિકેટકીપર ઋષભ પંત (779) એક-એક સ્થાનના નુકસાન સહન કરવા પડયા છે.   

Panchang

dd