લંડન, તા.10 : આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
(ડબ્લ્યૂટીસી) ફાઇનલ મુકાબલો બુધવારથી લંડનના ઐતિહાસિક ક્રિકેટ મેદાન લોર્ડસ પર ઓસ્ટ્રેલિયા
અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શરૂ થશે. વર્તમાન વિજેતા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દ. આફ્રિકાનું
એકમાત્ર લક્ષ્ય આઇસીસી ટ્રોફીનો દુકાળ સમાપ્ત કરીને ડબ્લ્યૂટીસી ચેમ્પિયન બનવાનું હશે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ છે. જેની પાસે આઇસીસીની ચારેય ટ્રોફી (વન ડે
વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી,
ટી-20 વર્લ્ડ કપ
અને ડબ્લ્યૂટીસી) છે. કોઇ પણ આઇસીસી ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાને હાર આપવી વિરોધી
ટીમ માટે કઠિન કાર્ય હોય છે. આઇસીસી ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા ટીમ 13 વખત ફાઇનલમાં પહોંચી છે અને
10 વખત ખિતાબ પર કબજો જમાવ્યો
છે. આ વખતે તેની સામે દ. આફ્રિકા ટીમ હશે. જેને 1998 બાદથી આઇસીસી ખિતાબની શોધ છે. ફાઇનલ મુકાબલો ભારતીય સમય અનુસાર
બુધવારથી બપોરે 3 વાગ્યાથી
શરૂ થશે. મેચ ડ્રો રહેવાની સ્થિતિમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. દ. આફ્રિકાની ટીમ મહત્ત્વના મેચોમાં જીત નજીક પહોંચીને
ફસકી જાય છે. આથી તેના પર વર્ષોથી `ચોકર્સ'નું લેબલ
લાગેલું છે. આફ્રિકી ટીમ અત્યાર સુધી માત્ર એક આઇસીસી ટૂર્નામેન્ટ જીતી છે. 1998માં ચેમ્પિયન્સ ટ્રોફીનો વન
ડે ખિતાબ જીત્યો હતો. આફ્રિકાના ટીમમાં આ વખતે અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ
છે. કપ્તાન તેંબા બાવૂમાની ટીમ તટસ્થ સ્થળ પર રમાનાર ફાઇનલ જીતી ચોકર્સની છાપનો પીછો
છડવવા માગશે. બીજી તરફ પેટ કમિન્સ તેની કપ્તાનીમાં વન ડે વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયાને
ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતાડવા માગશે. ઓસ્ટ્રેલિયા સામે સૌથી મોટો પડકાર ઓપનિંગ જોડી છે.
ઉસ્માન ખ્વાઝાનો સાથીદાર કોણ હશે તે ફાઇનલના 24 કલાક પહેલા પણ નિશ્ચિત નથી. અનુભવી ઝડપી બોલર જોશ હેઝલવૂડે ઇજામાંથી
બહાર આવી વાપસી કરી છે. આથી ઓસ્ટ્રેલિયાની બોલિંગ વધુ મજબૂત છે. હેઝલવૂડ માટે સ્કોટ
બોલેંડે જગ્યા ખાલી કરવી પડશે. તેણે પાછલી ભારત સામેની શ્રેણીમાં જોરદાર દેખાવ કર્યો
હતો. હેઝલવૂડ આઇપીએલમાં ચેમ્પિયન ટીમ આરસીબી તરફથી 12 મેચમાં 22 વિકેટ ઝડપી
શાનદાર દેખાવ કરી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાનો મજબૂત પક્ષ તેની બોલિંગ લાઇન અપ છે. જેમાં
કપ્તાન પેટ કમિન્સ (294 વિકેટ), મિચેલ સ્ટાર્ક (382 વિકેટ), જોશ હેઝલવૂડ (279 વિકેટ) અને સ્પિનર નાથન લિયોન
(પપ3) વિકેટ છે. - આમને-સામને : ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર
સુધીમાં કુલ 101 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો
હાથ ઉપર રહ્યો છે. તેના ખાતામાં પ4 જીત છે જ્યારે દ. આફ્રિકાને 26 જીત નસીબ થઇ છે. 21 ટેસ્ટ મેચ ડ્રો રહી છે.