• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

ધોની સાથે જોવા મળ્યાં પ્રેમીપંખીડા : ઋતુરાજ-ઉત્કર્ષાના પાંચમીએ લગ્ન

અમદાવાદ, તા. 30 : આઇપીએલમાં સીએસકે તરફથી શાનદાર બેટિંગ કરનાર ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ તેના લગ્નને લઈને ચર્ચામાં છે. આ માટે તેણે ડબ્લ્યુટીસી ફાઇનલ માટે ઇંગ્લેન્ડ જવાનું ટાળી દીધું છે. આથી તેનાં સ્થાને સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે યશસ્વી જયસ્વાલને તક મળી છે. ઋતુરાજ ગાયકવાડ તા. પ જૂને લગ્નના બંધને બંધાઇ રહ્યો છે. આઇપીએલ ચેમ્પિયન થયા બાદ ઋતુરાજ ગાયકવાડ તેની પત્ની સાથે જોવા મળ્યો હતો. ઋતુરાજ તેની પત્ની ઉત્કર્ષા પવારની ધોની સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. ઉત્કાર્ષા પણ ક્રિકેટર છે. તેણી મહારાષ્ટ્રની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી છે. 23 વર્ષીય ઉત્કર્ષા અને ઋતુરાજ લાંબા સમયથી એક-બીજાના પ્રેમમાં છે. ઉત્કર્ષા અને ઋતુરાજ બન્ને પૂણેમાં રહે છે.

Janmadin Vishesh Purti

Panchang