• બુધવાર, 30 એપ્રિલ, 2025

નવોદિત નવાઝની આતશી સદીથી કિવિઝ સામે પાકિસ્તાનનો વિજય

ઓકલેન્ડ, તા. 21 : યુવા અને નવોદિત બેટધર હસન નવાઝની આતશી સદીની મદદથી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચમાં પાકિસ્તાનનો નવ વિકેટે વિજય થયો હતો. પહેલી બે મેચમાં કારમી હાર સહન કરનારી પાક. ટીમે વાપસી કરી છે. તે પાંચ મેચની શ્રેણીમાં હવે તે કિવિઝથી 1-2થી પાછળ છે. પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 19.પ ઓવરમાં 204 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાને ચાર ઓવર બાકી રાખીને વિજય લક્ષ્યાંક સર કરી લીધું હતું. પાકિસ્તાને 16 ઓવરમાં ફકત એક વિકેટ ગુમાવી 207 કર્યા હતા. હસન નવાઝે કારકિર્દીની ત્રીજી મેચમાં આતશી બેટિંગ કરી સદી ફટકારી હતી. તેણે કિવિઝ બોલરોની ધોલાઇ કરીને 4પ દડામાં 10 ચોગ્ગા અને સાત છગ્ગાથી અણનમ 10પ રન કરી રનનું રમખાણ સર્જ્યું હતું. પાછલી છ ટી-20 મેચમાં પાક.ની આ પહેલી જીત છે.  નવાઝ અને મોહમ્મદ હારિસ વચ્ચે પહેલી વિકેટમાં 74 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. હારિસે 20 દડામાં ચાર ચોગ્ગા-ત્રણ છગ્ગાથી 41 રન કર્યા હતા. જ્યારે કપ્તાન સલમાન આગા 31 દડામાં છ ચોગ્ગા-બે છગ્ગાથી પ1 રને નોટઆઉટ રહ્યો હતો. આ પહેલાં ન્યુઝીલેન્ડ તરફથી માર્ક ચેપમેને વિસ્ફોટક બેટિંગ કરીને 44 દડામાં 11 ચોગ્ગા અને ચાર છગ્ગાથી 94 રનની ઇનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન માઇકલ બ્રેસવેલે ઝડપી 31 રન ફટકાર્યા હતા. પાક. તરફથી રઉફને ત્રણ વિકેટ મળી હતી. અફ્રિદી, અબ્બાસ અને અબરારને 2-2 વિકેટ મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd