• બુધવાર, 30 એપ્રિલ, 2025

ભારતે ગુજરાતમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની બોલી રજૂ કરી

નવી દિલ્હી, તા. 20 (પીટીઆઈ) : ભારતે ગુજરાતમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે પોતાની બીડ રજૂ કરી છે, એમ રમતગમત મંત્રાલયના એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું. ગેમ્સનું આયોજન કરવા માટે `ઈચ્છા વ્યક્ત' કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી અને ભારતનો પત્ર થોડા દિવસો પહેલાં ભારતીય ઓલિમ્પિક એસોસીએશન દ્વારા મોકલવામાં આવ્યો હતો. `હા, એ સાચું છે, ભારતની બોલી આઈઓએ અને ગુજરાત રાજ્ય દ્વારા રજૂ કરવામાં આવી છે,' એમ સૂત્રએ જણાવ્યું હતું. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ રમતોનું આયોજન કરવામાં રસ ધરાવે છે. ભારતે છેલ્લે 2010માં સીડબલ્યુજીનું આયોજન કર્યું હતું. તે 2036 ઓલિમ્પિકનું પણ આયોજન કરવાનું લક્ષ્ય ધરાવે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd