ડયુનેડિન, તા. 18 : બોલરોના શાનદાર દેખાવ બાદ ટિમ
સિફર્ટની 4પ અને ફિન્ન એલનની 38 રનની આતશી ઇનિંગ્સની મદદથી
બીજી ટી-20 મેચમાં પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડનો
પાંચ વિકેટે સરળ વિજય થયો હતો. આ જીતથી પાંચ
મેચની શ્રેણીમાં કિવીઝ ટીમ 2-0થી આગળ થઇ
છે. સતત બીજા ટી-20 મેચમાં પાક.
ટીમનો ધબડકો થયો હતો અને 1પ-1પ ઓવરના મેચમાં 9 વિકેટે 13પ રન જ કરી શકી હતી. બાદમાં કિવીઝ ટીમે 11 દડા બાકી રાખીને 13.1 ઓવરમાં પ વિકેટે 137 રન કરી જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડ
તરફથી ઓપનર ટિમ સિફર્ટે 22 દડામાં 3 ચોગ્ગા-પ છગ્ગાથી 4પ રનની આતશી ઇનિંગ્સ રમી હતી, જ્યારે ફિન્ન એલને 16 દડામાં 1 ચોગ્ગા-પ છગ્ગાથી વિસ્ફોટક 38 રન કર્યા હતા. આ બન્ને વચ્ચે
પહેલી વિકેટમાં 30 દડામાં 66 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. મિચેલ 21 રને અને કપ્તાન માઇકલ બ્રેસવેલ પ રને નોટઆઉટ રહ્યા હતા. અગાઉ
કપ્તાન સલમાન આગાના 46, શાદાબ ખાનના
26 અને અફ્રિદીના 26 રનથી પાક.ના 9 વિકેટે 13પ રન થયા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેકોબ ડફી, બેન સીયર્સ, જિમી નિશામ
અને ઇશ સોઢીએ 2-2 વિકેટ લીધી
હતી. વરસાદને લીધે મેચ 1પ-1પ ઓવરની કરાઈ હતી.