ભુજ, તા. 17 : સ્વામિનારાયણ
મંદિર ભુજ સંચાલિત કચ્છ નરનારાયણદેવ યુવક-યુવતી મંડળ દ્વારા શિક્ષાપત્રી
દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે નરનારાયણ દેવ પ્રીમિયર લીગ અંતર્ગત કબડ્ડી અને
ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી. શનિવારે રામપર લેવા પટેલ સમાજમાં કબડ્ડી
ટૂર્નામેન્ટ યોજાઇ હતી તેમજ પ્રાદેશિક રમતમાં વિજેતા ટીમ કેન્દ્રમાં રમવા આવી હતી.
સ્વામી દેવપ્રકાશદાસજી, કોઠારી સ્વામી શાંતિસ્વરૂપદાસજી, સ્વામી
ભક્તિપ્રકાશદાસજી, સ્વામી કૃષ્ણવિહારીદાસજી, સ્વામી કપિલમુનિદાસજી, સ્વામી હરિસ્વરૂપદાસજી,
સ્વામી નિર્ભયસ્વરૂપદાસજી તથા સ્વામી ભગવતપ્રસાદદાસજી ઉપસ્થિત રહ્યા
હતા. વિજેતાને ટ્રોફી અર્પણ કરાઇ હતી. રામપર પ્રદેશના યુવક મંડળના યુવાનોએ જહેમત
ઉઠાવી હતી. રવિવારે પ્રાદેશિક ક્રિકેટમાં મદનપુર, કેરા,
વેકરા, રવાપર, પિયાવા,
હીરાપર અને નારણપર નીચલોવાસ યુવક મંડળના યુવાનોની ટીમ દ્વારા નારણપર
ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમાઇ હતી. સેમિફાઇનલમાં યુવક મંડળ નારણપર નીચલોવાસ અને
પિયાવાના યુવાનો વચ્ચે, જેમાં પિયાવા જ્યારે બીજી સેમિફાઇનલ
યુવક મંડળ વેકરા અને મદનપુર વચ્ચેની મેચમાં મદનપુર ટીમ વિજેતા બની હતી. ફાઇનલ
મેચમાં પિયાવા ટીમ વિજેતા બની હતી. બંને ટીમ વિજેતા અને ઉપવિજેતાને સંતો દ્વારા
ટ્રોફી અપાઇ હતી. સ્વામી કપિલમુનિદાસજી, સ્વામી
હરિસ્વરૂપદાસજી, સ્વામી નિર્ભયસ્વરૂપદાસજી, પ્રવીણભાઇ હીરાણી, નારણભાઇ વરસાણી, વિનોદભાઇ ભુડિયા, સુરેશભાઇ ભુડિયા અને જાદવજી કેરાઇ
સહયોગી રહ્યા હતા.