ભુજ, તા. 10 : સ્પંદન એકેડેમી માંડવી ખાતે તાજેતરમાં રમાયેલ
ઓપન ગુજરાત `નયન કપ' લોન
ટેનિસ સ્પર્ધા રમાઈ હતી, જેમાં ભુજ જીમખાનાના દરેક વયજૂથના ખેલાડીઓએ ભાગ લીધેલ અને
સુંદર પ્રદર્શન કરી કેટલીક સ્પર્ધાઓમાં વિજેતા થયા હતા તથા અન્ય કેટલાક જુનિયર ખેલાડીઓ
સેમિફાઈનલ મેચમાં રસાકસીને અંતે હારી ગયા હતા. અંડર-14 સિંગલ્સમાં આયુષ્ય દિવાન ચેમ્પિયન
અને અયાઝ મેમણ રનર્સ-અપ, અંડર 16 સિંગલ્સ આયુષ્ય ચેમ્પિયન અને અંડર-18 ડબલ્સમાં આયુષ્ય
અને હેત વોરા ચેમ્પિયન અને રોનીત ઠક્કર અને અયાઝ મેમણ રનર્સ-અપ, ઓપન સિંગલ્સમાં ઝુબીન
ઠક્કર ચેમ્પિયન અને ડબલ્સમાં ઝુબીન ઠક્કર તથા હિમાંશુ જોશી ચેમ્પિયન થયા હતા. આ ઉપરાંત ઉપર મુજબ દિવ્યમ કોટક, ભાવેશ ઠક્કર, કુમૈલ લાહેજી તથા
ઝઈમ મનસૂરી વગેરે સેમિફાઈનલ સુધી પહોંચ્યા હતા. ભુજ જીમખાનાના જુનિયર ખેલાડીઓ ઝુબીન
ઠક્કર તથા અખ્તર લાહેજી પાસે પદ્ધતિસરનું રેગ્યુલર કાચિંગ મેળવે છે. વિજેતાઓને જીમખાના
પ્રમુખ બહાદૂરસિંહ જાડેજા, ઉપપ્રમુખ નવલસિંહ જાડેજા, મંત્રી મહિપતસિંહ રાઠોડ, ટેનિસ
મંત્રી કિશન વરૂ તથા ઈન્ડોર મંત્રી રાજુ ભાવસાર તથા જીમખાના ટેનિસ ગ્રુપના સભ્યોએ અભિનંદન
પાઠવ્યા હતા.